બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Junior NTRs brother taraka ratna suffered a heart attack suddenly fell unconscious while walking

મનોરંજન / જુનિયર NTRના ભાઈને આવ્યો હાર્ટ-ઍટેક, ચાલતા ચાલતા જ અચાનક થઈ ગયો બેભાન, જાણો હવે કેવી છે તબિયત

Arohi

Last Updated: 12:48 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર NTRના કઝિન ભાઈ તારક રત્નને હાર્ટ એટેક આવ્યો છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. તેના પરિવારે જણાવ્યું કે તે પહેલાથી સારી સ્થિતિમાં છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

  • તારક રત્નને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ 
  • હાલ હોસ્પિટમાં ચાલી રહી છે સારવાર 
  • પદયાત્રામાં અચાનક થઈ ગયા બેભાન 

નંદામુરી પરિવારના સદસ્ય અને એક્ટર તારક રત્નને હાર્ટ એટેક આવ્યો છે. આરઆરઆર ફેમ જુનિયર એનટીઆરના કઝિન તારક રત્ન ચિત્તૂરમાં એક રેલી વખત અચાનક બેભાન થઈ ગયા. તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 

તેમના કાકા અને ટોલીવુડ સ્ટાર બાલકૃષ્ણે ખુલાસો કર્યો કે તેમની સારવાર થઈ રહી છે અને તેમના ફેંસ ચિંતામાં આવી ગયા છે. તારક રત્નના કાર્ડિઆક અરેસ્ટની ખબર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે. ટ્વિટર પર તે ટ્રેન્ડ પણ કરી રહ્યું છે. 

પદયાત્રામાં થયા હતા શામેલ 
શુક્રવારે તારક રત્ને નારા લોકેશ યુવગલમ યદયાત્રામાં ભાગ લીધો હતો. તે સમયે તે અચાનક પડી ગયા. પદયાત્રા શરૂ થયા બાગ લોકેશે કુપ્મની પાસે એક મસ્જિદમાં નમાજ અદા કરી અને તારક રત્ન પણ શામેલ થયા હતા. 

અહીં ટીડીપીના પણ ઘણા કાર્યકર્તા હાજર હતા. જેવું લોકેશ મસ્જિદની બહાર આવ્યા તો જોયું કે હંગામો થયો છે. ખબર પડી કે એક્ટર અચાનક જમીન પર બેભાન થઈને પડી ગયો છે. પછી તેમને કુપ્પમના એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. 

તારક રત્નને કાર્ડિયક અરેસ્ટ 
એસપી ચિત્તૂરના જણાવ્યા અનુસાર, તારક રત્ન યાત્રામાં ચાલી રહ્યા હતા. ત્યારે જ તેને કાર્ડિયક અરેસ્ટ આવ્યો અને તે બેભાન થઈ ગયા. તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ત્યાં જ બાલકૃષ્ણે હોસ્પિટમાં તારક રત્નને મળ્યા બાદ તેમની હેલ્થ અપડેટ શેર કરી છે. 

પરિવારે જણાવી તારક રત્નની હેલ્થ અપડેટ 
એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર હાલ બધુ બરાબર છે. તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે અને તે સંપૂર્ણ રીતે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. ચિંતાની કોઈ વાત નથી. હાલ ડોક્ટરોની તરફથી અમને એવું સુચન મળ્યું છે કે અમે તારક રત્નને બેંગ્લોરના હોસ્પિટલમાં શિફ્ટ કરી દઈએ. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ