બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh punitachariji maharaj passes away punit acharya bhavnath girnar saurashtra

બ્રહ્મલીન / સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિતાચારીજી દેવલોક પામ્યા, આપ્યો હતો આ વરદાયી મંત્ર, 11 માર્ચે અપાશે મુખાગ્ની

Hiren

Last Updated: 02:42 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ-ગિરનાર અને સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિત આચાર્યજી 90 વર્ષની વયે દેવલોક પામ્યા છે. મહંતના પાર્થિવ દેહને 2 દિવસ દર્શનાર્થે રાખવામાં આવશે.

  • જૂનાગઢમાં ગિરનાર સાધના આશ્રમના આદ્યસ્થાપક બ્રહ્મલીન થયા
  • 90 વર્ષની વયે મહંત પુનિતઆચાર્યજી થયા બ્રહ્મલીન
  • પુનિત આચાર્યજીના પાર્થિવ દેહને બે દિવસ દર્શનાર્થે રખાશે
  • 11 તારીખે તેમના આશ્રમમાં થશે અગ્નિસંસ્કાર

જૂનાગઢના સંત પુનિત આચાર્ય(પુનિતાચારીજી) 8 માર્ચ 2022ના રોજ બ્રહ્મલીન થયા છે. મહંતના નિધનથી તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પુનિતાચારીજી મહારાજ જૂનાગઢમાં ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક હતા. તેઓ ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.

2 દિવસ તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રખાશે, 11 માર્ચે મુખાગ્ની અપાશે

તારીખ 9 અને 10 માર્ચના રોજ સવારે 9:00થી સાંજના 6:00 વાગ્યા દરમિયાન આશ્રમ પરિસરમાં તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી શકાશે. તા. 11 માર્ચ 2022ના રોજ ફાગણ શુક્લ અષ્ટમી, શુક્રવારે સવારે 10:00 કલાકે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપવામાં આવશે અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. તારીખ 12 માર્ચ 2022ના રોજ સાંજે 4:00થી 6:00 વાગ્યા દરમિયાન આશ્રમ પરિસર ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી છે. 

હરિ ૐ તત્સત જય ગુરુદત્તઃ વરદાની મહામંત્ર

સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા. સંત પુનિત આચાર્યજીએ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વની 'ધ્યાન' પરંપરાને જીવંત રાખવામાં સહજ ધ્યાન યોગ શિબિરો દ્વારા મહત્વનું યોગદાન આપ્યું હતું. સંત પુનિત આચાર્યે વરદાની મહામંત્ર 'હરિ ૐ તત્સત જય ગુરુદત્ત' દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન અપાવ્યું. આ મંત્રથી ઘણાં લોકોનાં જીવનને સાત્વિક બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. 

દેશ વિદેશથી પણ ઘણાં લોકો આવતા હતા આશ્રમ

આચાર્યના પુનિત આશ્રમમાં દેશ વિદેશથી પણ અનેક લોકો યોગ અને ધ્યાન માટે આવતા હતા. ત્યારે હવે તેમના અંતિમ દર્શન માટે આશ્રમ ખાતે લોકો એકઠાં થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ