બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh news nursery school Osa village Anganwadi Dilapidated

જૂનાગઢ / 'ખંઢેર' આંગણવાડીમાં બાળકો નહીં ઝેરી જાનવરો ફરે છે, ઓસા ગામના સરપંચની અનેક રજૂઆત પણ બહેરૂ બન્યું તંત્ર

Vishnu

Last Updated: 11:22 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગ્યા હોવા છતાં તંત્ર દ્વારા નથી આપતો વર્ક ઓર્ડર, અનેક રજૂઆતો છતાં કોઈ નિવારણ નહીં

  • પા.પા.પગલી યોજનાનું બાળમરણ!
  • ખંડેર છે બાળકોનું બાલમંદિર
  • આમાં કેવી રીતે ભણશે ગુજરાત?

પા.પા.પગલી.આ શબ્દ બાળક જ્યારે ચાલતા શિખે ત્યારે સાંભળવા મળે છે . અને એક સારા ઉદ્દેશ્ય સાથે સરકારે 3 થી 5 વર્ષના ભૂલકાઓ માટે પા.પા.પગલી યોજના પણ શરૂ કરી.પરંતુ આ યોજનાનું બાળ મરણ થયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આંગણવાડીમાં બાળકોની જગ્યાએ ઝેરી જાનવરો હરે.ફરે છે. 

આંગણવાડીની હાલત દયનીય
ખંડેર. કહેશો.બાલમંદિર કહેશો. કે, પછી ઝેરી જીવ-જંતુઓને રહેવાનું ઘર.આ દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના ઓસા ગામના છે. જ્યાં આંગણવાડીની હાલત એટલી ખરાબ છે કે, બાળકોને બેસવા લાયક પણ નથી.કારણ કે, અહીં ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. અને બાળકોને કાંઈપણ થઈ શકે છે.   સરકારની પાપા પગલી યોજનાનો હેતું એવો છે કે, 5 વર્ષ સુધીના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયે મજબૂત બને. પરંતુ ઓસા ગામના આ દ્રશ્યો જોઈને તો એવું સ્પષ્ટ થાય છે કે, સરકારની યોજનાનું અહીં બાળ મરણ થયું છે. 

ઓસા ગામના સરપંચે વારંવાર કરી રજૂઆત 
ઓસા ગામની આ આંગણવાડી બાળકોના ભણવા લાયક નથી. તેવામાં નવી આંગણવાડી માટે રજૂઆતો પછી 2021માં જગ્યા પણ ફાળવવામાં આવી હતી. પરંતુ આજદીન સુધી અધિકારીઓ દ્વારા વર્ક ઓર્ડર નથી આપવામાં આવ્યો. જેના કારણે આજે પણ બાળકો ખંડેર આંગણવાડીમાં ભણવા માટે મજબૂર છે. 

શું આવી રીતે ચાલે છે સરકારની યોજનાઓ?
સરકારની પાપા પગલી યોજના માત્ર જાહેરાતોમાં અને કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે.આ ગામની આંગણવાડીની હાલત જોતા સવાલ એ થાય છે કે, શું સરકાર આ ખંડેર ઓરડાઓને આંગણવાડી કહે છે.? આવી ખંડેર જગ્યામાં નાના ભુલકાઓ કેવી રીતે ભણી શકે? અહીં કોઈ ઝેરી જાનવર બાળકોને કરડી ગયું તો? ખંડેર આંગણવાડીમાં કોઈ દુર્ઘટના ઘટી તો કોણ જવાબદાર? સવાલો અનેક છે. ત્યારે આશા રાખીએ કે, વટીવી ન્યૂઝના આ અહેવાલ બાદ ઊંઘતું તંત્ર જાગશે. અને વહેલી તકે અહીં આંગણવાડીનું નિર્માણ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ