રેન્જ IG અને ખાણ ખનિજ વિભાગે બોલાવ્યો સપાટો,ખનીજ ચોરીનો કર્યો પર્દાફાશ

By : kavan 12:10 PM, 12 September 2018 | Updated : 12:13 PM, 12 September 2018
જૂનાગઢ: જિલ્લાના વિજાપુર નજીક ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો હતો. સરકારી જમીનમાંથી રૂ. 89 લાખની ખનીજ ચોરી ઝડપાઈ છે. ખાણ ખનિજ વિભાગે ખનીજ ચોરી કરનારા કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ કેતન ધોણીયા સહિત 6 આરોપી હજુ ફરાર છે.

ગઇકાલે બનેલ દરોડાના ઘટનામાં પોલીસે 61 લાખની કિંમતના વાહનો કબ્જે કર્યા છે. 1 JCB, 6 ચકરડી, 5-5 ટ્રક, મશીનરી સહિતના વાહનો જપ્ત કર્યા હતા. રેન્જ IG સુભાષ ત્રિવેદી અને ખાણ ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારી જમીનમાંથી ગેરકાયદે પથ્થરો કાઢવાની આ પ્રવૃત્તિ કરનારા પાદરીયા ગામના અને ગાંધીગ્રામ સહીતના કુલ 6 મુખ્ય આરોપીઓ સહીત કુલ 16 આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે.આ તમામ ખનીજ માફિયાઓને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા છે. જોકે હજુ મોટામાથાઓ પોલીસ પક્કડથી દૂર હોવાનું ચર્ચાય રહ્યું છે. 

આપને જણાવી દઇએ કે, જૂનાગઢ જિલ્લામાં ખાણખનીજ વિભાગની બેદરકારી અથવા મીઠી નજર હેઠળ ખનીજ ચોરીનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે.

 રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી પણ કહે છે કે, આ ખનીજ માફિયાઓ સમાજ માટે ઘાતક છે અને ખનીજ ચોરી એ રાષ્ટ્રીય સંપત્તિની ચોરી છે. જેનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસની પણ છે અને જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી ચાલવા દેવામાં નહીં આવે ત્યારે જોવું રહ્યું કે સરકારી જમીનને પથ્થરની ખાન બનાવી દેનારા લોકો સામે આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story