જો તમે દુનિયા ફરવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે, સામાન્ય રીતે લોકો દિલ્હીથી લંડન જવા માટે વિમાનનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તમે સડક માર્ગ દ્વારા દિલ્હીથી લંડન જઇ શકશો.
ગુડગાંવની ખાનગી ટ્રાવેલ કંપનીએ 15 ઓગસ્ટના રોજ 'બસ ટુ લંડન' નામની બસ શરૂ કરી છે. આ બસ દ્વારા તમે 70 દિવસમાં દિલ્હીથી લંડન પહોંચી શકો છો, તે પણ સડક માર્ગ દ્વારા અને આ યાત્રા One Way હશે.
18 દેશોમાંથી પસાર થશે
બસ ટુ લંડનનો રૂટ
દિલ્હીથી લંડન સુધીની 70-દિવસીય યાત્રામાં તમારે 18 દેશોમાંથી પસાર થવું પડશે. જેમાં ભારત, મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિઝ્સ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાટવિયા, લિથુઆનીયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. જો કે, ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આ કેવી રીતે શક્ય થશે?
આ લોકો પહેલા પણ સડક માર્ગે જઈ ચુક્યા છે લંડન
દિલ્હીના રહેવાસી તુષાર અને સંજય મદન દિલ્હીથી લંડન સડક માર્ગ દ્વારા પહેલા પણ ગયા હતા. એટલું જ નહીં, બંનેએ 2017, 2018 અને 2019માં કારમાં આ યાત્રા કરી હતી. તે જ રીતે આ વખતે 20 લોકો સાથે તેમણે બસ દ્વારા આ યાત્રા કરવાનું વિચાર્યું છે.
બસ ટુ લંડનમાં કઈ સુવિધાઓ મળશે?
બસનું ઈન્ટિરિયર
બસનું ઈન્ટિરિયર
'બસ ટુ લંડન'ની આ યાત્રામાં તમને દરેક સુવિધા આપવામાં આવશે. આ યાત્રા માટે વિશેષ બસ તૈયાર કરવામાં આવી રહી છે. આ બસમાં 20 મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા રહેશે. અને તમામ બેઠકો બિઝનેસ ક્લાસની રહેશે. બસમાં 20 યાત્રીઓ સિવાય ડ્રાઇવર, આસિસ્ટન્ટ ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર તરફથી એક વ્યક્તિ અને એક ગાઈડ સહિત 4 અન્ય લોકો હશે. 18 દેશોની આ યાત્રામાં ગાઇડ્સ બદલાતા રહેશે, જેથી મુસાફરોને કોઈ તકલીફ ન પડે.
બસનું ઈન્ટિરિયર
સફર માટે 10 વિઝાની જરૂર પડશે
હવે તમારા મનમાં આ સવાલ થાય કે પ્રવાસ પૂર્ણ કરવા માટે કેટલા વિઝાની જરૂર પડશે? તો તમને જણાવી દઈએ કે આ યાત્રા માટે વ્યક્તિને 10 વિઝાની જરૂર રહેશે. તે જ સમયે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ ટ્રાવેલ કંપની તમારા વિઝાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
દિલ્હીથી લંડન સુધીના પ્રવાસ માટે 15 લાખ રૂપિયા ખર્ચવા પડશે
'બસ ટુ લંડન' ની આ યાત્રા માટે ચાર કેટેગરી પસંદ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પાસે સમય ઓછો હોય અને તે લંડનની યાત્રા પૂર્ણ કરી શકતો નથી અને જો તે અન્ય દેશોની મુસાફરી કરવા માંગે છે, તો તે બીજી કેટેગરીની પસંદગી કરી શકે છે. તમારે દરેક કેટેગરી માટે અલગ અલગ ભાવ ચૂકવવા પડશે. દિલ્હીથી લંડન જવા માટે તમારે 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ટૂર માટે તમને EMI નો વિકલ્પ પણ આપવામાં આવશે.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ મે 2021માં શરુ થઇ શકે છે.