બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Joe Biden to take publicly take vaccine shots next week covid daily death toll in germany surge to 954
અમેરિકામાં વેક્સિનેશન શરૂ થઇ ચુક્યું છે. કેટલાક લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યા છે. આ ડરને દૂર કરવા માટે પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાયડન આગામી અઠવાડિયે વેક્સિનેશન કરાવશે. જર્મનીમાં સંક્રમણથી મૃત્યુનો સિલસિલો અચાનક તેજ થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિની શપથવિધિમાં બે લાખને બદલે માત્ર એક હજાર ટિકિટ વેચાશે
અમેરિકામાં ૨૦ જાન્યુઆરીના રોજ યોજાનાર શપથ સમારંભમાં મહેમાનોની સંખ્યા ખૂબ ઓછી રહેશે. આ સમારંભની લગભગ બે લાખ ટિકિટ વેચવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે માત્ર એક હજાર ટિકિટ જ વેચવામાં આવશે. આ ઉપરાંત સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ૫૩૫ સભ્ય હશે.
ADVERTISEMENT
એક્સપર્ટ ડોક્ટર એન્થની ફાઉચીએ જલદી વેક્સિન લગાવવાની સલાહ આપી
પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાયડન આગામી અઠવાડિયે જાહેરમાં વેક્સિન લેશે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પત્ની કરેનની સાથે આવતી કાલે વેક્સિનેશન કરાવશે. બાયડને ખુદ માન્યું કે દેશના ઇન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ અને કોરોના ટાસ્ક ફોર્સના એક્સપર્ટ ડોક્ટર એન્થની ફાઉચીએ તેમને જલદી વેક્સિન લગાવવાનું કહ્યું છે.
ADVERTISEMENT
સૌથી પહેલા વેક્સિન કેર હોમ્સમાં રહેતા વૃદ્ધને આપવામાં આવશે
જર્મન સરકાર અને અહીંની હેલ્થ રેગ્યુલેટર ૨૭ ડિસેમ્બરે વેક્સિનને મંજૂરી આપી શકે છે. સૌથી પહેલા વેક્સિન કેર હોમ્સમાં રહેતા વૃદ્ધને આપવામાં આવશે. ત્યારબાદ બાકી લોકોનો નંબર આવશે. જર્મની બાયોએન્ટેક અને ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપવામાં આવશે. વેક્સિનેશન પહેલાં જર્મનીની હાલત બગડી રહી છે. અહીં ગઇ કાલે એક દિવસમાં ૯૫૨ લોકો મૃત્યુ પામ્યા છે. દુકાનો, સ્કૂલો અને તમામ બિનજરૂરી સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. જર્મનીમાં ૧૧ દિવસથી લગભગ રોજ ૪૦૦ લોકોનાં મોત થઇ રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.