બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jiva was walking towards the house, 2 old men died in Bodeli-Navsari

કરુણાંતિકા / અચાનક મોત બનીને આવ્યો મેઘ: ઘરમાં જ તરફડીને જતો રહ્યો જીવ, બોડેલી-નવસારીમાં 2 વૃદ્ધાના મોત

Priyakant

Last Updated: 02:03 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનરાધાર વરસી રહેલા વરસાદ વચ્ચે છોટા ઉદેપુર અને નવસારીમાં બે વૃદ્ધાનું મોત, આ તરફ હવે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે

  • રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે બે જિલ્લામાં 2 વૃદ્ધાનું મોત 
  • બોડેલીના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત
  • નવસારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ કરુણાંતિકા

રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદ વચ્ચે છોટા ઉદેપુર અને નવસારીમાં બે વૃદ્ધાનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં વૃધ્ધ મહિલા પોતાના ઘરમાં જ હતા અને અચાનક પાણી આવતા તેમનું મોત થયું છે. તો આ તરફ નવસારી શહેરમાં પણ ઘરમાં અચાનક પાણી આવી જતાં બહાર ન નીકળી શકતા મહિલાનું મોત થયું છે. 

બોડેલીના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત

છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વચ્ચે એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વિઓગતો મુજબ બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. જેમાં અચાનક પાણી આવ્યું તે દરમ્યાન વૃદ્ધ મહિલા ઘરમાં જ હોય અને રાત્રિનો સમય હોય મહિલા બહાર ન નીકળી શકતા તેમનું મોત થયું હતું. જોકે પરિવારે બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી શક્ય નહોતા. 

નવસારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ કરુણાંતિકા

નવસારી શહેરમાં પણ પૂર આવ્યા બાદ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. વિગતો મુજબ શહેરના વોર્ડ નં-13 અને બાલાપીર દરગાહની પાછળ રહેતા વૃદ્ધાનું ડૂબી જવાથી મોત થયું છે. આજે સવારે પૂરના પાણી ઉતર્યા બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. આ તરફ પૂરના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

ગુજરાત માટે આગામી 48 કલાક 'અતિભારે" છે. જેને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ સુધી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઇ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ