jitu vaghani big announcement for pre school and anganwadi
BIG NEWS /
ગુજરાતમાં ગુરૂવારથી શરૂ થશે બાલમંદિર અને પ્રિ-સ્કૂલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
Team VTV02:14 PM, 14 Feb 22
| Updated: 02:19 PM, 14 Feb 22
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, આગામી ગુરૂવારથી શરૂ થઈ શકશે આંગણવાડી અને પ્રિ-સ્કૂલ
રાજ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર
ગુરાવારથી શરૂ થશે પ્રિ-સ્કૂલ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં એકાએક ચિંતાજનક ઉછાળો નોંધાયો હતો, જો કે, ત્યારબાદ છેલ્લા મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે નાના ભૂલકાઓની પ્રિ-સ્કૂલ અને બાલમંદિર શરૂ કરવાને લઈને મહત્વની જાહેરાત કરી હતી.
ગુરૂવારથી શરૂ થશે બાલમંદિર અને પ્રિ-સ્કૂલ
પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે હવે આગામી ગુરૂવારથી રાજ્યના બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ થઈ શકશે. જો કે, વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે તેમણે કહ્યું કે, વાલીઓની સહમતી જરૂરી છે, તો આ સાથે જ આરોગ્યની ગાઈડલાઈનનું ચોક્કસ પાલન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે.
અગાઉ ધોરણ 8 થી 12ના વર્ગો શરૂ કરવાની અપાઈ હતી મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના કેસો જેટલી ઝડપથી વધ્યા તેટલી જ ઝડપથી ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,274 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 405 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 36 કેસ તો રાજકોટ શહેરમાં 21 કેસ, વડોદરા શહેરમાં 257 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 28 કેસ, ભાવનગર શહેરમાં 4 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3022 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14211 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે