બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / jio true 5g beta trail services to start in delhi mumbai kolkata varanasi from dussehra

ટેકનોલોજી / Jio ગ્રાહકો માટે ખુશખબરી: દશેરાના દિવસથી આ લોકોને મળશે 5G સર્વિસનો લાભ

MayurN

Last Updated: 07:26 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોની ટ્રુ-5જી સર્વિસની બીટા ટ્રાયલ દશેરાથી શરૂ થઈ રહી છે. આ સેવા દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઇ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરવામાં આવશે.

  • જિયો યૂઝર્સ માટે દશેરાની મોટી ભેટ
  • લોકો હવે વાપરી શકશે 5G નેટવર્ક 
  • જીઓ ટ્રૂ 5જી સર્વિસનું કરશે લોન્ચિંગ

જિયો યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. રિલાયન્સ જિયોની ટ્રુ-5જી સર્વિસની બીટા ટ્રાયલ દશેરાથી શરૂ થઈ રહી છે. આ સેવા દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઇ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરવામાં આવશે. અત્યારે આ સેવા ઇન્વીટેશન પર છે, એટલે કે હાલના જિયો યૂઝર્સમાંથી કેટલાક સિલેક્ટેડ યૂઝર્સને આ સર્વિસનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. યૂઝર્સને વેલકમ-ઓફર પણ મળશે, જે અંતર્ગત યૂઝર્સને 1GBPS સુધીની સ્પીડ અને અનલિમિટેડ 5જી ડેટા મળશે. આમંત્રિત યૂઝર્સને આ જિયો ટ્રૂ 5જી સર્વિસનો અનુભવ થશે અને તેમના અનુભવોના આધારે કંપની એક વ્યાપક 5જી સર્વિસ લોન્ચ કરશે..

એડવાન્સ 5G નેટવર્ક હશે
આ પ્રસંગે રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, "આપણા વડાપ્રધાનના આહવાન પર જિયોએ ભારત જેવા મોટા દેશ માટે સૌથી ઝડપી 5G રોલ આઉટ પ્લાન તૈયાર કર્યો છે. જિયો 5G એક ટ્રુ 5G હશે, અને અમારું માનવું છે કે ભારત TRUE-5Gથી ઓછું હકદાર નથી. જિયો 5G દુનિયાનું સૌથી એડવાન્સ 5G નેટવર્ક હશે, જે ભારતીયોએ ભારતીયો માટે બનાવ્યું છે. વધુમાં જણાવ્યું કે "5G એવી સેવા ન હોઈ શકે જે કેટલાક વિશેષાધિકૃત લોકો માટે અથવા ફક્ત મોટા શહેરો માટે ઉપલબ્ધ હોય. તે ભારતભરના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવી જોઈએ. તો જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં મૂળભૂત પરિવર્તન લાવી શકીશું, 

જિયો TRUE 5G ના 3 મુખ્ય ફીચર્સ 
સ્ટેન્ડ-અલોન 5G: આ એક સ્ટેન્ડ અલોન નેટવર્ક છે. એટલે કે આ એડવાન્સ્ડ 5G નેટવર્કને 4G નેટવર્ક સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે અન્ય ઓપરેટર્સ 4G આધારિત નેટવર્ક લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેનો સીધો ફાયદો જિયોના ટ્રુ 5જી ને થશે. તેમાં લો લેટન્સી, લાર્જ સ્કેલ મશીન-ટુ-મશીન કોમ્યુનિકેશન, 5G વોઇસ, એજ કમ્પ્યુટિંગ અને નેટવર્ક સ્લાઇસિંગ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ છે.

સ્પેક્ટ્રમનું સૌથી મોટું અને શ્રેષ્ઠ મિશ્રણ
700 મેગાહર્ટ્ઝ, 3500 મેગાહર્ટ્ઝ અને 26 ગીગાહર્ટ્ઝ છે, જે 5જી સ્પેક્ટ્રમ બેન્ડનું સૌથી મોટું અને સૌથી યોગ્ય મિશ્રણ છે, જે જિયો ટ્રુ 5જીને અન્ય ઓપરેટર્સ કરતા આગળ ધપાવે છે. બીજી અને સૌથી મોટી વાત એ છે કે જિયો એકમાત્ર ઓપરેટર છે જેની પાસે 700 મેગાહર્ટ્ઝના લો-બેન્ડ સ્પેક્ટ્રમ છે. આ સારું ઇન્ડોર કવરેજ આપે છે. યુરોપ, યુએસ અને યુકેમાં, બેન્ડને 5જી માટે પ્રીમિયમ બેન્ડ માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ