ટેલિકોમ / Jioના આ 4 ઓલ ઈન વન પ્લાન થયા મોંઘા, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

 Jio All In One Plan vs Old Plan Prices Benefits

રિલાયન્સ જિયોએ ઓક્ટોબરમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે IUC ચાર્જ લેવાના શરૂ કરી દીધા હતા. તેના માટે ગ્રાહકોએ અલગથી રિચાર્જ કરાવવું પડતું હતું. ગ્રાહકોને થતી અસુવિધા ધ્યાનમાં રાખીને જિયોએ 4 ઓલ ઈન વન પ્લાન રજૂ કર્યા હતા. જિયોના આ પ્લાનની કિંમત 222 રૂપિયા, 333 રૂપિયા, 444 અને 555 રૂપિયા હતી. આ ચારેય પ્લાનની ખાસ વાત એ હતી કે આ બધાંમાં રોજ 2 જીબી ડેટા અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000થી 3000 નોન-જિયો મિનિટ આપવામાં આવતી હતી. પણ હવે રિલાયન્સ જિયોએ 10 ડિસેમ્બરથી તેના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. જેથી અમે તમને આ ચારેય પ્લાનની જગ્યાએ સમાન સુવિધાવાળા અન્ય કયા પ્લાન લઈ શકાય તે જણાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ