વિધાનસભા ચૂંટણી / ઝારખંડમાં ત્રીજા ચરણ માટેનું મતદાન શરૂ, જયંત સિન્હાએ કર્યું વોટિંગ

Jharkhand Assembly Elections 2019 Phase 3 Voting

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા ચરણનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ સમયે 17 બેઠકો પરના 309 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં 32 મહિલાઓનો સમાવેશ થાય છે. આજે 8 જિલ્લામાં મતદાન થશે. વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. રાંચી, હટિયા, કાંકે, રામગઢ અને બરકટ્ટામાં સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે અન્ય 12 સીટો પર વોટિંગ સાંજે 3 વાગ્યા સુધી જ થશે. ભાજપથી અલગ મેદાનમાં ઉતરેલી ઓલ ઝારખંડ સ્ટેટ્સ યૂનિયનને માટે આ મતદાન મહત્વનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ