ધરપકડ /
પેપરલીક કાંડમાં પોલીસને મોટી સફળતા, હેડક્લાર્ક પરીક્ષા રદ્દ થવાને લઈને પણ મોટા સમાચાર, સરકારની મોટી કાર્યવાહી શરૂ
Team VTV12:50 PM, 21 Dec 21
| Updated: 01:03 PM, 21 Dec 21
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી હેડ ક્લાર્ક ભરતીના પેપર લીક કાંડમાં પોલીસને મહત્વની સફળતા મળી છે
મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ
પેપર લીક કેસમાં પોલીસને મહત્વની સફળતા
સાબરકાંઠા જિલ્લા પોલીસને હાથ લાગી મહત્વની કડી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી હેડ ક્લાર્ક ભરતીના પેપર લીક કાંડમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે હેડક્લાર્ક પેપર લીકના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલને ઝડપી લીધો છે. જયેશ પટેલની ધરપકડ બાદ હવે પોલીસ પૂછપરછમાં પેપર લીક કાંડ સાથે જોડાયેલા અનેક ખુલાસાઓ કરી શકે છે.
હેડ કલાર્ક પેપર લીક કેસમાં પોલીસને મહત્વની સફળતા
મહત્વનું છે કે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં જયેશ આરોપી નંબર-1 છે અને તેના પર લાખો રૂપિયામાં દીપક પટેલ પાસેથી પેપર ખરીદવાનો આરોપ લગાવાયો છે. જયેશ પટેલે પેપર ખરીદ્યા બાદ અલગ અલગ બે ગ્રુપને પેપર વેચ્યું હતું. તેમ જ તેના સંબંધીના ઘરે જ લીક પેપર સોલ્વ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ ચર્ચા ચાલી રહી છે કે જો મુખ્ય આરોપી જયેશ પટેલ પકડાય તો આ કેસમાં મોટા માથાની સંડોવણી બહાર આવવાની શક્યતા છે. આવામાં જોવાનું એ રહેશે કે શું પોલીસના હાથે મુખ્ય માછલી ઝડપાઈ છે ત્યારે શું આ કેસની મોટી માછલીઓ પણ પોલીસ પકડવામાં સફળ થાય છે કે નહીં.
બીજી બાજુ સરકારની મહત્વની બેઠક
આ બાજુ ગાંધીનગરમાં પણ રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરશે. ઉપરાંત પેપર લીક કેસમાં તપાસની રૂપરેખા અંગે પણ ચર્ચા કરાશે તેમજ ગઈ કાલે આપ પાર્ટી દ્વારા કમલમ્ ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શનના કેસની પણ સમીક્ષા આ મીટિંગમાં થશે.
પેપર લીક કાંડના મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ
ઉલ્લેખનિય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું, ગઈ કાલે તો પેપર લીક મુદ્દે આપના તેન તો પેપર લીક મામલે અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે જો કે હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પેપર લીક મુદ્દે મહત્વની જાણકારી મળી છે. બહુ ચર્ચિત હેડક્લાર્કની પરીક્ષાનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું, સાણંદના કિશોર આચાર્યએ પ્રિન્ટિગ પ્રેસમાંથી પેપર લીધું હોવાની ચર્ચા છે, કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર છે.