બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Jayem Neo is likely to launch tata nano electric car

ટેકનોલોજી / સસ્તી ઈલેક્ટ્રીક કાર લેવા માગતા લોકો માટે ગૂડ ન્યૂઝ, આ કંપની લાવી રહી છે, દમદાર ફિચર્સ

Hiralal

Last Updated: 10:10 PM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જાણીતી કંપની થોડા વખતમાં સસ્તી ઈલેક્ટ્રીક કાર લાવી રહી છે.

  • જેયમ ઓટોમોટિવ ટાટા નેનોની ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની તૈયારીમાં 
  • માત્ર પર્સનલ યૂઝ માટે જ નહીં
  • કેબ સર્વિસ કંપની ઓલાને પણ સામેલ કરાશે 

ટાટા નેનો (Tata Nano) કાર નવા અવતારમાં આવી રહી છે. જેયમ ઓટોમોટિવ તેને ઇલેક્ટ્રિક કાર તરીકે લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કારને જેયમ નિયો ઇવી(Jayem Neo EV) બ્રાન્ડ હેઠળ બજારમાં લોન્ચ કરાશે. આ કાર માત્ર પર્સનલ યૂઝ માટે જ નહીં હોય પરંતુ તેને કેબ સર્વિસ કંપની ઓલા(Ola)માં પણ સામેલ કરવામાં આવશે. શરૂઆતમાં ઓલાને 400 નવી કાર સપ્લાય કરાશે. એન્જિનિયરિંગ કંપની જેયમ ઓટોમોટિવ લાંબા સમયથી ટાટા મોટર્સને પાર્ટ્સ સપ્લાય કરી રહી છે. ટાટા મોટર્સે ખાસ વાહનો બનાવવા માટે જેયમ ઓટોમોટિવ સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. બંને કંપનીઓ આ વાહનોની કામગીરી સુધારવા અને તેના દેખાવને સુધારવા માટે સાથે મળીને કામ કરશે. તેઓ આકર્ષક અને ગુણવત્તાવાળા ઉત્પાદનોની વિશિષ્ટ શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છે. જેયમ ઓટોમોટિવ ટાટા મોટર્સ પાસેથી બોડી સાયકલના પાર્ટ્સ અને બોડી શેલ મેળવશે. નિયો ઇલેક્ટ્રિક કોઈમ્બતુરમાં એસેમ્બલ થશે. કારમાં જેયમ 23 એચપીની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરશે, જે 48V ઇલેક્ટ્રિક પાવરટ્રેન પર ચાલે છે. આ સિવાય આ નવી હેચબેકના બાકીના ફિચર્સ હજુ સુધી જાહેર કરાયા નથી.

જેયમ નીઓ ઇવી સાથે ઓલા કેબની તસવીરો જોવા મળી
એવું જાણવા મળ્યું છે કે આ મોડેલ હૈદરાબાદમાં પહેલેથી જ ઉપયોગમાં છે, કારણ કે જેયમ નીઓ ઇવી સાથે ઓલા કેબની તસવીરો જોવા મળી છે. જેયમ નિયો ઇવીમાં ટાટા મોટર્સનું કોઇ બ્રાન્ડિંગ નહીં હોય, પરંતુ તે નિયો લોગો અને જેયમ બેજિંગ સાથે દેખાશે.જેયમ નીઓ ઇવીના ઓનબોર્ડ ફીચર્સમાં એર કન્ડિશનિંગ, સેન્ટ્રલ લોકિંગ, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, બ્લૂટૂથ, મલ્ટિ-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, એયુએક્સ-ઇન, 12વી પાવર સોકેટ અને ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગનો સમાવેશ થાય છે.

40-વોલ્ટની ઇલેક્ટ્રિક સિસ્ટમથી 23 એચપી પાવર પેદા કરે છે
નિયો ઇવી 200 કિ.મી.ની રેન્જના સિંગલ રેટિંગ પર એઆરએઆઈ રેટિંગ ધરાવે છે અને તે 40-વોલ્ટની ઇલેક્ટ્રિક સિસ્ટમથી 23 એચપી પાવર પેદા કરે છે.
જેયમ નીઓ તેના બોનેટ પર ટાટા બેજ મૂકવાની તૈયારીમાં છે. આ હેચબેકની દિશામાં એક શાનદાર પગલું હશે, કારણ કે ભારતમાં કારના પેટ્રોલ વર્ઝનનું વેચાણ થોડું નિરાશાજનક રહ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને પર્યાવરણની ચિંતાઓને કારણે ઇલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં જ આગામી દાયકામાં પેટ્રોલ અને ડીઝલ કારનું સ્થાન લેશે તેમ મનાઇ રહ્યું છે.

ઇલેક્ટ્રિક કારને ઓલા કેબ્સ સાથે રજૂ કરાશે 
આ ઇલેક્ટ્રિક કારને સૌથી પહેલા ઓલા કેબ્સ સાથે રજૂ કરવામાં આવશે, જેમાં પહેલા 400 યુનિટ મળશે. ઓલાની ઇલેક્ટ્રિક કાર માટે યોજનાઓ છે, કારણ કે તે થ્રી-વ્હીલર્સ સહિત લગભગ 10 લાખ ઇલેક્ટ્રિક કાર માટે તૈયાર છે. ઇલેક્ટ્રિક કારથી રનિંગ કોસ્ટમાં ઘટાડો થશે. તેનાથી કોઇ પ્રદુષણ પણ થશે નહીં. ઈલેક્ટ્રિક કારની સંખ્યા વધવાથી ભારતની મોંઘા કાચા તેલની આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.

કેટલી હશે કિંમત
ટાટા નેનોની ઈલેક્ટ્રીક કારની કિંમત જાહેર કરાઈ નથી પરંતુ તેની કિંમત 1.50 લાખથી 2 બે લાખની વચ્ચે હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ