બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Jawa Motorcycle waiting Period reached 8 months, people looking for delivery and want to see bike on road
પરંતુ આ બાઇક્સની ડિલવિરીને લઇને લોકોમાં ચર્ચા થઇ રહી છે. આ બાઇક્સને લોન્ચ થયે લગભગ 1 વર્ષ થવા જઇ રહ્યુ છે અને હજુ પણ લોકો પૂછી રહ્યા છે કે, શું તમે JAWA ની બાઇક્સને રસ્તા પર જોઇ છે?
ADVERTISEMENT
JAWA મોટરસાઇકલે પોતાના ખાસ રેટ્રો લૂક અને કંપનીની બ્રાન્ડ વેલ્યૂને કારણે યુવાનોની વચ્ચે ખૂબ જ પૉપ્યુલર થઇ છે. પરંતુ હજુ સુધી કંપનીએ આ વાતની જાહેરાત કરી નથી કે કંપનીએ અત્યાર સુધી કેટલા યુનિટ્સનું વેચારણ કર્યુ છે. તો હવે ડીલરશિપને લઇને વાત કરવામાં આવે તો અમુક 6 મહિનાનો વેઇટિંગ પીરિયડ તો અમુક 7-8 મહિનાનો વેઇટિંગ પીરિયડ જણાવી રહ્યા છે.
જોકે કેટલાક લોકો લાંબા સમયથી JAWA મોટરસાઇકલની ડિલીવરીની રાહ જોઇ રહ્યા છે. આ માટે કંપનીએ ડિલીવરી એસ્ટીમેટર પણ લોન્ચ કર્યુ છે. જ્યાં તમે ઑનલાઇન તમારી બુકિંગ આઇડી નાખશો તો તમારે વેટિંગ પીરિયડ જાણી શકાશે. પરંતુ આ ઉપાય પણ કારગર પણ સાબિત થઇ રહ્યો છે.
ADVERTISEMENT
આ સિવાય તાજેતરમાં કંપની JAWA બાઇક્સ એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે, જેના 90 યૂનિટ્સ વેચાઇ ગયા છે અને કંપનીએ દાવો કર્યો છે કે, લકી ગ્રાહકોને આ બાઇક તત્કાલ ડિલીવરી થઇ જશે. તહેવારોની સિઝનમાં કેટલાક ગ્રાહકોને ખુશ કરવાનો કંપનીનો આ પ્લાન ક્યાં સુધી સાચ્ચો છે, તે વિશે કંઇ કહી ના શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.