બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / javed beigh sorry for kashmiri pandit exodus vivek agnihotri reacts

શરમ આવે છે! / કાશ્મીરી મુસ્લિમ યુવકે હાથ જોડીને માંગી પંડિતોની માફી, VIDEO શેર કરીને વિવેક અગ્નિહોત્રીએ કરી દિલ જીતનારી વાત

Mayur

Last Updated: 10:58 AM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kashmir Files પર એક કાશ્મીરી મુસ્લિમ યુવકે કહ્યું હતું કે મારી નજર સામે થયેલા નરસંહાર માટે માફી માંગુ છું. Vivek Agnihotri એ આ Video શેર કરીને જુઓ શું કહ્યું

  • કાશ્મીરી પંડિતો પર થયેલ અત્યાચારો અંગે મુસ્લિમ એક્ટિવિસ્ટની વાત 
  • નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ કર્યા વખાણ 
  • Video જોઈને કરશો સલામ 

The Kashmir Files પર એક કાશ્મીરી મુસ્લિમ યુવકની વાત 

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. 

આ માહોલમાં કાશ્મીરના જ એક યુવા મુસ્લિમ એક્ટિવિસ્ટ દ્વારા 90 ના દશકની આ ઘટનાઓને લઈને કાશ્મીરી પંડિતોની હાથ જોડીને માફી માંગી છે. તેમણે કહ્યું હતું કે તેઓ પોતે પણ આ નરસંહારના સાક્ષી છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન તેમણે આઅ ખુલાસો કર્યો હતો અને ત્યાર બાદ અનેક્ ટ્વીટ્સ દ્વારા પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે મુસલમાનોએ પોતાનો ગુનો કબૂલ કરવાની અને સામૂહિક માફી માંગવાની જરૂર છે. 

કાશ્મીરી પંડિતો પર બર્બરતા પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ યુવા મુસલમાન એક્ટિવિસ્ટનો વિડીયો શેર કરીને તેના વખાણ કર્યા હતા અઅને કહ્યું હતું કે આ વ્યક્તિને જે ઓળખતા હોવ તે મારા તરફથી પ્રેમ મોકલજો. 
 

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી 
ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. 

ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ 

ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે. 

અગાઉ પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને ગૃહમંત્રી અમિતશાહની પણ મુલાકાત લીધી. 

ધ કશ્મીર ફાઈલ્સનું બોક્સ ઓફિસ કલેક્શન 

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં કશ્મીરની એ હકીકત બતાવી છે, જે જોતા ઘણા લોકોનું હૃદય થંભી જશે. 90નાં દશકમાં કશ્મીરી પંડિતોને ભાગાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન ત્યાના લોકો પર અજીબ ભૂત સવાર હતું. ભારતમાં આ ફિલ્મ માત્ર 630 સ્ક્રીન્સ પર જ રિલીઝ કરવામાં આવી હતી, ધ કશ્મીર ફાઈલ્સે પહેલા દિવસે 3.55 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં ઘણો વધારો જોવા મળ્યો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે ત્રણ દિવસની અંદર જ 27.15 કરોડનો બીઝનેસ કર્યો છે.અને રિલીઝનાં ચાર દિવસોમાં જ આ ફિલ્મની કુલ કમાણી 43.04 કરોડ રૂપિયા થઇ ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ