બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / japan to offer subsidies to japanese manufacturers which shift their manufacturing from china to india

નિર્ણય / ડ્રૈગન માટે ખરાબ અને ભારત માટે સાર સમાચાર : ચીન છોડી ભારતમાં રોકાણ કરનાર કંપનીઓને આ દેશ આપશે સબસિડી

Dharmishtha

Last Updated: 10:29 AM, 5 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સાથે દુશ્મની કરવી ચીનને ભારે પડી રહી છે. તેને રોજ બરોજ કોઈને કોઈ ઝટકો લાગતો કહ્યો છે. થોઈલેન્ડ બાદ જાપાનથી તેના માટે ખરાબ સમાચાર છે. જાપાનની સરકારે તેને આર્થિક ઝટકો આપ્યો છે. જાપાન તરફથી કહેવામાં આવ્યું છે કે તે એ જાપાની કંપનીઓને સબસીડી આપશે જે ચીનની જગ્યા ASEAN દેશોમાં પોતાનો સામાન તૈયાર કરશે. દેશોની યાદીમાં ભારત અને બાંગ્લાદેશનું નામ સમાવિષ્ટ છે. સીધા શબ્દોમાં ચીન છોડી ભારતમાં આવનાર કંપનીઓને જાપાની સરકાર ઈનામ આપશે.

  • યાદીમાં ભારત અને બાંગ્લાદેશનું નામ સમાવિષ્ટ છે
  •  ચીન છોડી ભારતમાં આવનાર કંપનીઓને જાપાની સરકાર ઈનામ આપશે
  • આ પહેલા થાઈલેન્ડે બેજિંગને ભારે ઝટકો આપ્યો હતો

આ પહેલા થાઈલેન્ડે બેજિંગને ભારે ઝટકો આપ્યો હતો. થાઈલેન્ડ સરકારે પહેલા જ સમબરીન ડીલને રદ્દ કરી નાંખી પછી ક્રા કૈનાલ પરિયાજના રદ્દ કરવાની વાત કરી. ચીન આ યોજનાની લાંબા સમયથી રાહ જોતુ હતુ. સાથે ભારત સાથેના ચીનના તણાવને લઈને દુનિયા ભરમાં તેની વિરુદ્ધનો માહોલ છે. ભારત દ્વારા 100થી વધારે ચીની એપ પ્રતિબંધિત કરાઈ છે.

મળતી માહિતી મુજબ જાપાન સરકારે પૂરક બજેટમાં મોટી રાશિ ફાળવી છે. જેનો લાભ એ કંપનીઓને થશે જે ચીનથી બહાર ભારત તથા ASEAN વિસ્તારોમાં રોકાણ કરછે. તેમને સબસિડી આપવામાં આવશે. જેમાં ભારત અને બાંગ્લાદેશનો સમાવેશ થયો છે.

ઉલ્લેખનીય છે કે જાપાન અને ચીનની વચ્ચે સેનકાકુ દ્વીપને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચીન જાપાનના નિયંત્રણ વાળા વિસ્તારને પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે. તેમ છતા જાપાની કંપનીઓની ચેન ચીન પર નિર્ભર છે. જોકે આ કોરોના દરમિયાન નિર્ભરતા ઓછી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

China Manufacturers japan ચીન જાપાન Japan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ