બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Janmashtami Devbhoomi Dwarka Gomtaghat devotional atmosphere

થનગનાટ / જન્માષ્ટમી પહેલા દ્વારકા કાનુડાના રંગમાં રંગાયું : દેવભૂમિમાં ભક્તિમય માહોલ, ગોમતીઘાટ પર ભક્તોએ લગાવી શ્રદ્ધાની ડુબકી

Kishor

Last Updated: 05:45 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષની પરંપરાને પગલે દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે. જેથી દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જામી છે અને શ્રદ્ધાળુઑ કાનુડાના રંગમાં રંગાયા છે.

  • દ્વારકામાં કાલે કાન્હા જન્મોત્સવની જાજરમાન ઉજવણી
  • પાવન અવસરને પગલે દ્વારકામાં તડામાર તૈયારીને આખરી ઑપ
  • મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકામાં આવી પહોંચ્યા

પવિત્ર નગરી દ્વારકાના આંગણે આવતીકાલે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની જાજરમાન ઉજવણી કરવામાં આવશે. જે ને લઈને દ્વારકાની શેરીઑમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. કાન્હા જન્મના વધામણાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે આ પાવન અવસરને પગલે દ્વારકામાં તડામાર તૈયારીને આખરી ઑપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કાન્હાના જન્મોત્સવને વધાવવવા ભક્તોએ દ્વારકા ભણી દોટ મૂકી હોવાથી દ્વારકામાં યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.

ગોમતીઘાટ કિનારે ભક્તોનો ઘસારો

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકામાં આવી પહોંચ્યા છે. દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી રહ્યા ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ યાત્રિકો ઉત્સાહિત બન્યા છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો જોવા મળી રહ્યા છે. પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

દ્વારકાધીશ મંદિરને શણગારવામાં આવ્યું

દ્વારકામાં આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી ઉત્સવને લઇ દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે. ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશનો નાદ દ્વારકામાં ગુંજી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા માટે ભક્તો અધીરા બન્યા છે. આ પ્રસંગને પગલે દ્વારકાધીશ મંદિરને શણગારવામાં આવ્યું છે.  કીર્તિસ્તંભથી યાત્રિકો પ્રવેશ કરશે   અને છપ્પન સીડીથી મંદિરે પ્રવેશ કરશે અને દર્શન કરી મોક્ષ દ્વારેથી બહાર નીકળે તેવી આયોજન કરાયું છે. બીજી તરફ જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ dysp ના માર્ગદર્શન હેઠળ પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ