Jamnagar: A man slipped while walking on a check dam, both drowned while trying to save a friend.
અરેરાટી /
જામનગર : ચૅક ડેમ પર ચાલીને જતા પગ લપસ્યો, મિત્રને બચાવવા જતા બંને ડૂબી જતા થયા મોત
Team VTV08:47 PM, 01 Oct 21
| Updated: 09:03 PM, 01 Oct 21
જામનગરના અલીયાબાડા નજીક ચેકડેમ પર ચાલીને જઈ રહેલા બે યુવકોમાંથી એકનો પગ લપસ્યો તેને બચાવવા જતા બીજો પણ ડેમમાં ડૂબ્યો.
જામનગરમાં ચેકડેમ પર અકસ્માત
ચાલતા જતા આધેડનો પગ લપસી ગયો
અન્ય યુવક બચાવવા જતા ડૂબ્યો
જામનગરના અલીયાબાડા નજીક બે આધેડ ડૂબતા અરેરાટી પ્રસરી ગઈ છે.આ બન્ને આધેડ ચેક ડેમ પર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે, આકસ્મિક રીતે એકનો પગ લપસ્યો હતો.અને તેને બચાવવા જતા બીજો આધેડ પણ પાણીમાં પડ્યો.આ બન્ને ડૂબી ગયા છે.
પગ લપસી ગયો
જામનગરના સીતારામનગર ચેક ડેમ પર ઘટેલી આ દુર્ઘટનામાં બે મિત્રો ચેકડેમ પરથી પસાર થઇ રહ્યા હતા.દરમિયાન વાત-વાતમાં એક આધેડનો પગ લપસી જતા તે ચેક ડેમમાં ખાબક્યો હતો, તુરંત જ અન્ય સાથે રહેલો આધેડ મિત્ર તેને બચાવવાની પેરવી કરવા ગયો અને તે પણ ચેક ડેમમાં પડ્યો.પરિણામે બંને ડૂબી ગયાની માહિતી મળી છે.
ભેજ અને લીલનું પ્રમાણ હોય શકે
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પરિણામે નદી-ડેમ કે ચેક ડેમમાં ભારે પાણીની આવક છે ત્યારે,ચોતરફ લીલનું પણ સમાજ્ર્ય છે. દીવાલ અને પગદંડી પર ચીકાશ અને લીલ મોટા પ્રમાણમાં જોવા મળે છે.આવા સંજોગોમાં પગરખા સ્લીપ થઇ જવા એ સાહજિક બાબત છે. આ બને મિત્રોના કેસમાં પણ આવું જ થયું હોવાની સંભાવના નકારી શકાતી નથી.એક આધેડનો જે પગ લપસ્યો તે આકસ્મિક જ હોય અને ચેક ડેમ પર જે ચાલવાની જગ્યા હશે તેમાં પાણી-ભેજના કારણે લીલ કે ચીકાશ જામી ગઈ હશે પરિણામે એક મિત્રનો પગ લપસી ગયો અને અન્ય આધેડ તેને બચાવવા જતા પાણીમાં પડ્યો અને બંને ડૂબી ગયા