જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના કલાલ સેક્ટરમાં માઇન બ્લાસ્ટથી જોરદાર બ્લાસ્ટ થઇ ગયો. આ દુર્ઘટનામાં 2 જવાન શહીદ થઇ ગયા છે, જોકે આની સેનાએ પુષ્ટિ નથી કરી.
કલાલ સેક્ટરમાં માઇન બ્લાસ્ટથી 2 જવાન શહીદ
પુંછના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ શરૂ
હજુ એક અઠવાડિયા સુધી આ ઓપરેશન: સેના
સૂત્રો અનુસાર ઇજાગ્રસ્તોની સારવાર માટે કમાન હોસ્પિટલ ઊધમપુર મોકલવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે ત્યાં સેના સતત સર્ચ ઓપરેશન કરી રહી છે. તેમાં મોટી સંખ્યામાં જવાન ઇજાગ્રસ્ત થયા છે.
પુંછના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ શરૂ
પુંછના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ 20માં દિવસે પણ શરૂ છે. સેનાએ સમગ્ર ભાટાદુડિયા જંગલમાં સર્ચ ઓપરેશન ઝડપી કરી દીધું છે. સેનાનું કહેવું છે કે, હજુ એક અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલી શકે છે. આતંકવાદીઓની શોધખોળમાં તમામ રણનીતિ અપનાવવામાં આવી રહી છે.
આતંકવાદીઓની શોધખોળમાં 3000થી વધુ સેનાના જવાન અને પોલીસ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ લાગેલું છે. 11 અને 14 ઓક્ટોબરે ઘાત લગાવીને આતંકવાદીઓ 2 હુમલા કરી ચૂક્યા છે, જેમાંથી 2 જેસીઓ સહિત 9 જવાન શહીદ થઇ ચૂક્યા છે. કેટલીક વખત આતંકવાદીઓ સાથે અથડામણ થઇ ચૂકી છે. જ્યારે આતંકવાદીઓની શોધખોળમાં ઘટનાસ્થળે લઇ જવાયેલા એક પાકિસ્તાની આતંકવાદીનું મોત થઇ ચૂક્યું છે. ઘનઘોર જંગલ સહિતની અનેક મુશ્કેલીઓને લઇને આતંકવાદીઓ સાથે અથડામણ અંજામ સુધી નથી પહોંચી શકી.