બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / jammu and kashmir four people died after a bus fell into gorge

અકસ્માત / જમ્મુ કાશ્મીરમાં ભયાનક અકસ્માત, રાજૌરીમાં બસ ખીણમાં પડી, 4 લોકોના મોત

MayurN

Last Updated: 02:33 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે એક બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. 25 લોકોને લઇ જઈ રહેલ બસમાં 4 લોકોના મોત થયા હતા

  • જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બસ ખાઈમાં પડી
  • આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા
  • બસમાં કુલ 25 સવાર લોકો હતા

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે એક બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. રાજૌરી જિલ્લાના ભિમ્બર ગલી પાસે આજે સવારે અનેક મુસાફરોને લઈ જઈ રહેલી બસ ઊંડી ખાઈમાં પડી જતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. આ માહિતી માંજાકોટ તહસીલદાર જાવેદ ચૌધરીએ આપી હતી. આ અકસ્માત બાદ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી.

સ્થાનિક પોલીસે આપી જાણકારી
જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બસમાં સવાર ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસ મૃતદેહોનો કબજો લઈને તેમની ઓળખ કરવામાં લાગી છે અને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સીએ બસ અકસ્માતની કેટલીક તસવીરો જાહેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક છે.

 

મનોજ સિન્હાએ દુખ વ્યક્ત કર્યું 
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. એલજીની ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં મનોજ સિન્હાએ કહ્યું કે, "રાજૌરીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવવાથી દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન ઇજાગ્રસ્તોને શક્ય તેટલી વહેલી તકે સાજા કરે. જિલ્લા વહીવટીતંત્ર તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ