એન્ડરસન ટીમમાં પાછો ફરશે તો ભારત માટે મોટો પડકાર બની શકે છે. તે ઇંગ્લેન્ડનો અત્યાર સુધીનો સૌથી સફળ ટેસ્ટ બોલર છે. ટેસ્ટ મેચોમાં કોહલીને 7 વખત આઉટ કર્યો છે.
જેમ્સ એન્ડરસન છે ઈંગ્લેન્ડનો ઘાતક બોલર
1 જુલાઈથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ
ઈજા ના કારણે બહાર હતો એન્ડરસન
એન્ડરસનના ટેસ્ટ મેચમાં વાપસીના ચાન્સ
ઈંગ્લેન્ડનો ઘાતક બોલર જેમ્સ એન્ડરસન ભારતીય ટીમ સામેની ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. 1 જુલાઈથી બંને ટીમો વચ્ચે બર્મિંઘમમાં ટેસ્ટ મેચ રમાશે. એન્ડરસન ઘુંટણની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ રમી શક્યો નહતો. આ સાથે ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં પણ વિજય મેળવતા શ્રેણી 3-0થી જીતી લીધી હતી.
ઈજાના કારણે બહાર છે એન્ડરસન
એન્ડરસને બુધવારે કહ્યું, "છેલ્લી મેચ (ન્યુઝીલેન્ડ સામે) ગુમાવવી નિરાશાજનક હતી. ટીમ મેદાન પર સારો સમય પસાર કરી રહી હતી અને સારું રમી રહી હતી. હું આશા રાખું છું કે હું આ અઠવાડિયે વાપસી કરીશ. પગની ઘૂંટીની ઈજા હવે બરાબર લાગે છે અને હું શુક્રવારે પાછો ફરવાની આશા રાખું છું."
એન્ડરસને કોહલીને 7 વખત આઉટ કર્યો છે
જો એન્ડરસન ટીમમાં પાછો ફરે તો ભારત માટે મોટો પડકાર બની શકે છે. તે ઇંગ્લેન્ડનો અત્યાર સુધીનો સૌથી સફળ ટેસ્ટ બોલર છે. ટેસ્ટ મેચોમાં એન્ડરસને વિરાટ કોહલીને ઘણો હેરાન કર્યો છે અને અત્યાર સુધી 7 વખત તેને આઉટ કર્યો છે. કોહલી આ દિવસોમાં બહુ સારા ફોર્મમાં નથી.
વિકેટકીપર બેન ફોક્સ પણ જોડાઈ શકે છે
એન્ડરસન ઉપરાંત વિકેટકીપર બેન ફોક્સ પણ ટીમમાં વાપસી કરી શકે છે. ન્યુઝિલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન ફોક્સ પોઝિટિવ જોવા મળ્યો હતો. હાલ તે હવે બર્મિંગહામમાં ટીમ સાથે જોડાઈ ગયો છે અને લાઈટ પ્રેક્ટિસ સેશનનો પણ ભાગ બની ગયો છે.
ભારતીય ટીમ 2-1થી લીડ ધરાવે છે
એજબેસ્ટનમાં શુક્રવારથી શરૂ થનારી આ ટેસ્ટ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષે રમાયેલી શ્રેણીનો ભાગ છે. ભારતીય ટીમમાં કોવિડના કેસ સામે આવ્યા બાદ આ શ્રેણીને અધવચ્ચે જ રોકવી પડી હતી. અત્યાર સુધી આ સીરિઝમાં 4 મેચ રમાઈ ચૂકી છે અને ભારતીય ટીમ 2-1થી લીડ ધરાવે છે.