બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ગરમાં ગરમી વધી ગઇ છે. સોમવારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતની સભામાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદ એક્સપર્ટ છે. તેના સિવાય એવો કોઇ દેશ નથી જેણે આતંકવાદનો ખુલ્લેઆમ આટલું સમર્થન કર્યું હોય. હવે જયશંકરના આ નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું છે. હંમેશાની જેમ રોષે ભરાયેલ પાકિસ્તાને ફરી એકવાર ભારત પર ખોટાં આક્ષેપો લગાવ્યાં છે.
પાકિસ્તાનનાં વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે જયશંકરનું નિવેદન એ કહેવામાં માટે પૂરતું છે કે ભારતમાં નેતા દરેકવાર આતંકવાદને લઇને પાકિસ્તાનનું નામ દુનિયાભરમાં ખરાબ કરે છે. આવા નિવેદન સંપૂર્ણરીતે ગેરજવાબદાર છે અને અમે તેની નિંદા કરીએ છીએ. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો કે ભારત પોતાની ધરતીથી આતંકવાદનું સમર્થન કરે છે અને તેના વિરાધમાં કાવતરું પણ રચે છે.
ADVERTISEMENT
જયશંકર શું બોલ્ચાં?
સોમવારે વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને નિશાનો બનાવ્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ ભારતને દુનિયા IT એક્સપર્ટ માને છે તો બીજી તરફ પાકિસ્તાન પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદમાં એક્સપર્ટ બની ચૂક્યો છે. જયશંકરે કહ્યું કે કોઇ બીજો દેશ આતંકવાદનો આવો સમર્થન નહીં કરતો હોય જે રીતે પાકિસ્તાન કરે છે. દરેક વ્યકિત જાણે છે કે પાકિસ્તાન કઇ રીતે ભારત વિરોધ ષડયંત્ર રચે છે. 26/11 હુમલા પછી આપણને એ સમજવાની જરૂર છે કે આવા વ્યવહારનો સ્વીકાર કરી શકાય નહીં. જો કોઇ આવું કાવતરૂં ફરી રચશે તો તેને પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
પાકિસ્તાનને ભોગવવા પડ્યાં છે પરિણામ
ADVERTISEMENT
સૌ કોઇ જાણે છે કે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ વારંવાર આતંકી હુમલા કરવામાં આવે છે. ઘણીવાર જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ નિર્દોષોની હત્યા કરી છે. પછી તે ઉરી હુમલો હોય કે પુલવામામાં કરવામાં આવેલ આતંકી હુમલો હોય. ભારત તરફથી પણ આતંકીદેશને જડબાતોડ જવાબ આપવામાં આવ્યાં છે. ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તો પુલવામાં બાદ એરસ્ટ્રાઇક કરી જવાબ આપ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.