બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It rained in many districts of Gujarat today monsoon

મેઘો મંડાયો / જતા-જતા ગુજરાતને ફરી ભીંજવશે મેઘરાજા: હજુ આટલા દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આજે ક્યાં-ક્યાં ખાબક્યો

Dhruv

Last Updated: 04:15 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિદાય લઇ ચૂકેલા ચોમાસાનું ફરીવાર રાજ્યમાં આગમન થઇ ચૂક્યું છે. રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • બે દિવસ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
  • મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસશે
  • રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસશે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

જાણો આજે રાજ્યના કયા-કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો?

આજે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. તલોદ તાલુકાના પૂર્વ પટ્ટામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠાના હરસોલ, નાણાચેખલા, લંઘાનામઠ, કઠવાડા અને પુંસરીમાં વરસાદ વરસ્યો. જોકે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકમાં નુકસાનની શક્યતા રહેલી છે.

વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

બીજી બાજુ આજે વડોદરાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગઈકાલે સાંજ બાદ આજે ફરી વડોદરાના અનેક વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા છે. શહેરના સયાજીગંજ, રાવપુરા, કમાટીબાગ અને અલકાપુરીમાં વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે હજુ પાંચેક દિવસ વરસાદની આગાહી કરી છે.

અરવલ્લીના મોડાસા પંથકમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોડાસાના સાકરીયા, ગોરીટીમબા અને માથાસુલીયામાં પણ વરસાદ વરસ્યો. વરસાદથી મગફળી અને મકાઈને નુકસાનની ભીતિ.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ શરૂ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થઇ ગયો છે. મહુવામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ. અનાવલ, વહેવલ, હલ્ડવા અને ઉમરામાં પણ વરસાદ પડ્યો.
જોકે બીજી બાજુ ડાંગરના તૈયાર પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે.

પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની એન્ટ્રી

પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની એન્ટ્રી થઇ છે. વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થઇ ગયા છે. પંચમહાલના ઘોઘંબા, ગોધરા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડામાં વરસાદ વરસ્યો. સવારથી કાલોલમાં 1.16 ઇંચ, ગોધરામાં 2.3 ઇંચ વરસાદ, ઘોઘંબામાં 1.88 ઇંચ, જાંબુઘોડામાં 4.28 ઇંચ વરસાદ, મોરવામાં 3.32 ઇંચ, હાલોલમાં 2 ઈંચ, અને શહેરામાં 2.36 ઈંચ વરસાદ ખાબક્યો.

આણંદ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

આણંદ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં ફરી મેઘરાજા પધારી ચૂક્યા છે. આંકલાવ, બોરસદ અને આણંદના વિસ્તારોમાં વિરામ બાદ આજે ફરી વરસાદ શરૂ થઇ ગયો છે. ગઈકાલે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદના કારણે ખેતરોમાં પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.

આંધ્રપ્રદેશ પર સક્રિય થયેલા સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં

વધુમાં વરસાદની આગાહીને લઇને તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ