બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / IT raids at Silver Oak College and University

IT વિભાગનો સપાટો / અમદાવાદની સિલ્વર ઑક યુનિ.માં ત્રાટકી IT વિભાગની ટીમ, કૉલેજને યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ કૌભાંડની શંકા

Vishnu

Last Updated: 12:12 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સિલ્વર ઑક યુનિવર્સિટીમાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડતા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે.

 

  • સિલ્વર ઑક કૉલેજ અને યુનિવર્સિટીમાં ITના દરોડા 
  • યુનિવર્સિટી કેમ્પસ કરાવાયું ખાલી
  • બેફામ એડમિશન આપ્યા હોવાની શંકા


અમદાવાદમાં ITએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. આજે વહેલી સવારથી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ITના દરોડા પાડવામાં આવ્યા છે.  જેથી ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અન્ય કર્મચારીઓને પણ રજા આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. 

મોટાપાયે કૌભાંડ થયું હોવાની આવકવેરા વિભાગને શંકા 

સમગ્ર દરોડા મામલે મળતી માહિતી મુજબ, શહેરની સિલ્વર ઑક કૉલેજ અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ પહોંચી છે. કૉલેજને યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ મોટાપાયે કૌભાંડ થયું હોવાની આવકવેરા વિભાગને શંકા છે.  યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ નવા કોર્સ શરૂ કરીને અસંખ્ય એડમિશન આપ્યા હોવાનું અને કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગને ધ્યાને આવતા ITની ટીમ કેમ્પસમાં પહોંચી છે. 

યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની 

સિલ્વર ઑક કોલેજને તાજેતરમાં જ યુનિવર્સિટીની માન્યતા મળી છે. માન્યતા મળ્યા બાદ અનેક નવા કોર્સ શરૂ કરવામાં  આવ્યા છે. આપને જણાવી દઈએ કે, આગામી 24મી સપ્ટેબરે સિલ્વર ઑક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાનાર છે. જોકે, પદવીદાન સમારોહ પહેલા જ  ITએ સિલ્વર ઑક કૉલેજ અને યુનિવર્સિટીમાં તપાસ હાથ ધરતા આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે. 

દિલ્હી સહિત દેશના 50 અલગ અલગ ઠેકાણા પર દરોડા 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય ફંડીંગ પર ઈન્કમ ટેક્સ વિભાગે આજે મોટી કાર્યવાહી કરી છે. જેમાં દિલ્હી સહિત દેશના 50 અલગ અલગ ઠેકાણા પર દરોડા ચાલી રહ્યા છે. કહેવાય છે કે, ચૂંટણી પંચના રિપોર્ટના આધાર પર ઈન્કમ ટેક્સની રેડ પાડવામાં આવી છે. રેડમાં 300થી વધારે પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે અને તેમાં સીઆરપીએફના જવાનો પણ સામેલ છે.  ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા દિલ્હી ઉપરાંત હરિયાણા, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 50 જગ્યા પર દરોડા ચાલી રહ્યા છે. દરોડા એન્ટ્રી ઓપરેટર અને વેપારીઓ પર થઈ રહ્યા છે, જે નાની રાજકીય પાર્ટીઓના એન્ટ્રી ઓપરેટર દ્વારા ડોનેશન આપી રહ્યા છે અને ડોનેશનના બદલામાં કૈશ પાછા લઈ રહ્યા છે. 

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ