બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It is not right to tamper with the facilities available to the citizens Harsh Sanghvi

પંચમહાલ / નાગરિકોને મળતી સુવિધાઓમાં ખેલેલ પહોંચે તે યોગ્ય નથી : ગુજરાતમાં ચાલતા આંદોલનો પર હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

Kishor

Last Updated: 08:16 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોધરાની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે તેમણે ગુજરાતમાં ચાલતા આંદોલનો મુદ્દે નિવેદન આપ્યું હતું.

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પંચમહાલની મુલાકાતે  
  • આંદોલનો પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
  • સુવિધા મળવાનો હક અસુવિધામાં બદલાય તે ચલાવી નહી લેવાય : સંઘવી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગોધરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નિરામય હેલ્થ કેમ્પ તથા ડીવાયએસપી કચેરી અને મહિલા પોલીસ મથકના નવા બિલ્ડીંગ અને વાયરલેસ વર્કશોપનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર્ષ  સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૨ પછી ખાખી અને ખાદીનો સમન્વય થયો તેના લીધે ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવ્યું છે.  વધુમાં દીકરીઓ વિરુદ્ધ બનતા ગુનાઓમાં દોષિતોને સજા કરવામાં ગુજરાત નંબર વન હોવાનું ઉમેર્યું હતું.    

દરેક સંગઠન અને નાગરિકને માંગણીઓ કરવાનો હક છે: સંઘવી
વધુમાં આંદોલનો પર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે,  દરેક સંગઠનોને સાંભળવા માટે કમિટીઓ બનાવેલી છે. દરેકની જે માંગણીઓ હતી તેનાથી વિશેષ લાગણી CM એ દર્શાવી છે અને નાગરિકોને મળતી સુવિધાઓમાં ખેલેલ પહોંચે તે યોગ્ય નથી. ઉપરાંત દરેક સંગઠન અને નાગરિકને માંગણીની હક્ક છે પણ સુવિધા મળવાનો હક અસુવિધામાં બદલાય તે ચલાવી નહી લેવાય તેમ પણ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. 

ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું :સંઘવી
આજે દેશની સૌથી મોટી યોજના આયુષ્યમાનને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.  ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ જવાનો તમામ કામગીરીમાં સૌથી પહેલા આગળ હોય છે  ગુજરાતના પોલીસનો જવાન હોય કે અધિકારી હોય તમામે પરિવારના ભોગે રાજ્યની ચિંતા કરી છે. વર્ષ ૨૦૦૨ થી ખાખી અને ખાદીના સંગમે રાજ્ય ગુંડા તરીકે ઓળખાતું હતું એ રાજ્યને સુરક્ષિત રાજ્ય બન્યું છે અને સાથે દીકરીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય માત્ર ગુજરાત રાજ્ય બન્યું છે.  વધુમાં ગોધરાના નવ કસાઈઓ આસ્થા દુભાઈ એવું કૃત્ય કરતાં હતાં જેઓ ગુજસીટોકમાં હાલ જેલ હવાલે હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં આપી હાજરી 
વધુમાં ગૃહમંત્રીએ નવરાત્રી પર્વને સૌને આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી કરવા શુભકામનાઓ આપી હતી અને હોસ્પિટલમાં દર્દીઑ કે અન્ય કોઇને ખલેલ ન પહોંચેએ રીતે નવરાત્રિનું આયોજન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન રાજયકક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર સહીતના પણ હાજર રહ્યા હતા. વધુમાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ત્રીજા યુવા મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓએ યુવાઓને ઉત્સાહ પુરૂ પાડતું ઉદ્દબોધન કરી આગામી ૨૯ સપ્ટેમ્બરે વડાપ્રધાનની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે સૌ યુવા વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ