કચ્છઃ ગૌશાળા અને પાંજરાપોળમાં 1,25,000 પશુઓનો સરકારી સહાય વગર નિભાવ મુશ્કેલ

By : hiren joshi 02:26 PM, 08 May 2018 | Updated : 02:26 PM, 08 May 2018
કચ્છઃ રાજ્યમાં સૌથી વધુ ગૌશાળા અને પાંજરાપોલ કચ્છ જિલ્લામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં આવેલ 83 પાંજરાપોળ અને ગૌશાળામાં 1.25,000 જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. કચ્છ ગૌશાળા અને પાંજરાપોળને સરકાર તરફથી કોઈપણ જાતની સબસીડી અથવા ઘાસચારો તેમજ પશુઓ માટે પાણી વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરિણામેં ગૌશાળામાં લાખો પશુઓનો નિભાવો કરવો મુશ્કેલી જનક બન્યો છે. 


સરકાર સબસીડી વગર ગૌશાળા ચલાવવી મુશ્કેલ
સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સબસીડી આપવામાં આવતી નથી. હાલમાં ગૌશાળા સંચાલકો દાતાના સહયોગથી પશુઓ માટે લીલોચારો તેમજ પાણી વ્યવસ્થા કરવામાં આવે છે. સરકાર સબસીડી વગર ગૌશાળા ચલાવવી પશુઓનો નિભાવો કરવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે. વિટીવીની ટીમ દ્વારા નારણપર ગૌશાળાની મુલાકાત કરી સ્થિતિનો ચિતાર મેળવવા પ્રયાસ કર્યો.


વર્ષ 2012 બાકી રહેલ સબસીડી ચૂકવામાં આવી નથી
રાજ્ય સરકાર દ્વારા અછત અને અર્ધઅછતની પરિસ્થતિમાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સબસીડી ચૂકવામાં આવે છે. બાકીના વર્ષોમાં સરકાર તફરથી કોઈપણ જાતની પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો આર્થિક મદદ કરવામાં આવતી નથી. કચ્છ જિલ્લાના માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળ વર્ષ 2012 બાકી રહેલ સબસીડી ચૂકવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા 13 જેટલી ગૌશાળા સંચાલકો સબડીસી ચૂકવામાં ઠાગાઠેયા કરી રહી છે. વર્ષ 2012 બાકી રહેલ સબસીડી ચૂકવવા માટે અનેક વાર મુખ્યમંત્રી રજુઆત કરવામાં આવી છે. આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલ 61 લાખ રૂપિયા જેટલી સબસીડી ચુકવવામાં આવી નથી. આ અંગે મહેસુલ વિભાગ રાજ્ય સરકાર અનેકવાર રજુઆત કરવાછતાં કચ્છના 13 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સબસીડી ચૂકવામાં આવી નથી.


ગૌશાળા અને પાંજરાપોળ હાલત ખુબજ દયનિય બની
સૂકામલક તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળ હાલત ખુબજ દયનિય બની છે. લાખો અબોલ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ છે. ખરાબ પરિસ્થતિ વચ્ચે દાતાઓના સહયોગથી ઘાસચારો તેમજ પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા સત્વરે કચ્છની પાંજરાપોળ અને ગૌશાળામા કાયમી ધોરણે સબસિડી ઘાસચારો તેમજ પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.Recent Story

Popular Story