કાર્યવાહી / દિલ્હીમાં બિઝનેસ ગ્રુપ પર ITની રેડ: 1000 કરોડની કરચોરી પકડાઈ

IT Department Detects Rs 1,000 Crore Tax Evasion, Links to Choppers Scam after

આવકવેરા વિભાગે ગઈ કાલે દિલ્હી સ્થિત એક વ્યવસાયિક જૂથ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે રૂપિયા 1000 કરોડની કરચોરી સામે આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ કહ્યું છે કે કરોડો રૂપિયાના વીવીઆઈપી ચોપર (હેલિકોપ્ટર) સોદામાં હવાલા વ્યવહાર થયાની આશંકાના પગલે આવકવેરા વિભાગે આ બિઝનેસ ગ્રૂપ પર વોચ રાખી હતી. તાજેતરની કરચોરી હેલિકોપ્ટર કૌભાંડ સાથે સંબંધિત હોઈ શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ