મહામંથન / શું શિક્ષણથી મોટી કોઈ વિચારધારા છે ?

જાણકારો એવુ કહે છે કે કોઈ દેશની પ્રગતિ માપવી હોય તો દેશનું શિક્ષણ બજેટ જોઈ લેવુ જોઈએ, અને ભારતમાં કદાચ આ દર છેલ્લા આંકડા મુજબ 2 ટકાથી વધારે નથી. એક તો દેશમાં શિક્ષણની આવી સ્થિતિ છે અને બીજી તરફ હવે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમા વિચારધારાની લડાઈ વ્યાપક બની છે. શિક્ષણ એક બાજુ રહી ગયુ અને જંગ થઈ ગયો લેફટ વર્સીસ રાઈટનો. મુદ્દો છે તાજેતરમા 200થી વધુ કુલપતિઓએ પ્રધાનમંત્રીએ લખેલા પત્રનો કે જેમા ઉલ્લેખ છે ડાબેરી વિચારધારાનો. પરંતુ પાયાનો સવાલ એ છે કે શિક્ષણથી ઉંચી કોઈ વિચારધારા છે ખરી. આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ