બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / irctc to passengers do not cancel train tickets you will get refund automatically

કોરોના ઈફેક્ટ / ટ્રેન ટિકીટો ના કરશો કેન્સલ, જાતે જ મળી જશે પૂરા રૂપિયા: IRCTC

Krupa

Last Updated: 11:12 PM, 24 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારીના કારણથી સમગ્ર દેશમાં ડરનો માહોલ છે. તમામ રાજ્યોમાં લગભગ લૉકડાઉનની સ્થિતિ કરી દેવામાં આવી છે. આ ખતરનાક વાયરસની ગાઢ અસર દરેક ક્ષેત્રમાં પડી છે. ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. ફ્લાઇટની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. મતલબ સમગ્ર દેશમાં સન્નાટો છવાયેલો છે.

  • કોરોના વાયરસના ડરથી સમગ્ર ભારતમાં લૉકડાઉનની સ્થિતિ
  • પેસેન્જરર્સને સલાહ- ટ્રેનો માટે ઑનલાઇન બુક કરવામાં આવેલી ટિકીટોને રદ ના કરે
  • ઇ-ટિકીટના બુકિંગ માટે યાત્રી દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ખાતામાં એમના પૈસા મોકલી દેવામાં આવશે

એવામાં ભારતીય રેલવે ખાણીપીણી અને પર્યટન નિગમના લોકોને કહ્યું છે કે એ એવી ટ્રેનો માટે ઑનલાઇન બુક કરવામાં આવેલી ટિકીટોને રદ ના કરે જેને રદ કરી દીધી છે અને એમને આશ્વાસન આપ્યુ છે કે એમને જાતે જ સમગ્ર પૈસા મળી જશે. 

એનાથી પહેલા રેલવેએ કાઉન્ટર ટિકીટ રદ કરવા માટે 21 જૂન સુધીનો સમય ત્રણ મહિના વધારી દીધા હતા. આઇઆરસીટીએ એક નિવેદનમાં કહ્યું કે રેલવે યાત્રી ટ્રેનોને બંધ કર્યા બાદ ઇ ટિકીટને રદ કરવાને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી છે. 

એમાં કહેવામાં આવ્યું છે કે 'યાત્રીની તરફથી કોઇ રદ કરવાની જરૂર છે. જો યાત્રી પોતાની ટિકીટ રદ કરે છે તો શક્યતા છે કે એમા પૈસા ઓછા મળે. યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે એ ટ્રેનો માટે ઇ-ટિકીટને રદ ના કરે, જેને રેલવેએ રદ કરી દીધી છે. '

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઇ-ટિકીટના બુકિંગ માટે યાત્રી દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ખાતામાં એમના પૈસા મોકલી દેવામાં આવશે. રેલગાડી રદ થવાના કેસમાં રેલવે દ્વારા કોઇ ફી કાપવામાં આવશે નહીં.' નોંધનીય છે કે રેલેવેએ કોરોના વાયરસના ધ્યાનમાં રાખીને રેલગાડીઓ 31 માર્ચ સુધી રદ કરી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC India Train Ticket આઇઆરસીટીસી ટ્રેન ટિકીટ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ