એક તરફ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ પોતાનું રાજ સ્થાપિત કરવા જઈ રહ્યા છે ત્યાં ઈરાકમાં ISIS દ્વારા કરાયો મોટો હુમલો
ઈરાકમાં ISIS દ્વારા કરાયો મોટો હુમલો
13 પોલીસ જવાનોનાં ફૂરચા ઊડી ગયા
આખા દેશમાં દહેશતનો માહોલ
13 પોલીસ જવાનોના મોત
વિશ્વમાં દિવસેને દિવસે આતંકવાદી વધુ મજબૂત થઈ રહ્યા છે ત્યારે ISIS દ્વારા ઈરાકનાં ઉત્તરી ભાગમાં સ્થિત કિરકૂકની એક ચેક પોઈન્ટ કર હુમલો કરવામાં આવ્યો છે જેમાં ઓછામાં ઓછા 13 પોલીસકર્મીઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે ISISના આતંકવાદીઓ સતત ઈરાકની પોલીસ અને સેનાને નિશાને લઈ રહ્યા છે પરંતુ આ હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
13 police personnel killed in an attack by Islamic State against a checkpoint near Kirkuk in northern Iraq: AFP
ISIS દ્વારા કરવામાં આવી રહ્યા છે હુમલા
ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હુમલો કિરકુક શહેરની દક્ષિણે અલ-રશાદ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. અધિકારીએ વધુમાં કહ્યું કે “ISIS ના સભ્યોએ ફેડરલ પોલીસ ચોકીને નિશાન બનાવી છે. જેમાં 13 લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે.'' જો કે, ખુદ ISIS એ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી. નોંધનીય છે કે તાજેતરમાં, ISIS ના હુમલામાં અચાનક વધારો થયો છે.