બ્રેકિંગ ન્યુઝ
VTV / iran want to develop farzad without ongc india
Parth
Last Updated: 04:54 PM, 17 July 2020
ADVERTISEMENT
પરિયોજનામાં ભારત પાછળથી સામેલ થઈ શકે છે
ચાબહારમાં રેલવે પ્રોજેક્ટ બાદ હવે ઈરાને ભારતેને વધુ એક ઝટકો આપ્યો છે. ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસમાં હવે ઈરાન એકલું જ આગળ વધી શકે છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવને પ્રેસ બ્રિફિંગમાં ઈરાને ભારતને સૂચિત કર્યું છે કે હાલ પૂરતું ગેસ ફિલ્ડના વિકાસમાં ઈરાન ભારત વગર જ આગળ વધવા માંગે છે અને આ પરિયોજનામાં ભારત પાછળથી સામેલ થઈ શકે છે.
ADVERTISEMENT
ઈરાન હવે પોતાની જાતે જ ગેસફિલ્ડનો વિકાસ કરવા માંગે છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે 'ફરજાદ-બી ગેસ કરારમાં લઈને ઘણી બધા અહેવાલ સામે આવ્યા છે. પરિયોજનામાં ભારતની ONGC કંપની પણ સામેલ હતી જોકે ઈરના તરફથી નીતિગત ફેરફારના કારણે દ્વિપક્ષીય સહયોગ પર અસર પડી છે અને જાન્યુઆરીમાં અમને બતાવવામાં આવ્યું હતું કે ઈરાન હવે પોતાની જાતે જ ગેસફિલ્ડનો વિકાસ કરવા માંગે છે.
નોંધનીય છે કે ફરજાદ-બી બ્લોકમાં 21.6 ટ્રિલિયન ક્યુબીક ફૂટ ગેસ ભંડાર છે. હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈરાન આ બ્લોકના વિકાસ માટે સ્થાનિક કંપનીને પ્રોજેક્ટ આપવા જઈ રહી છે. અમેરિકાએ ઈરાન પર વિવિધ પ્રતિબધ લગાવી દીધા છે જે બાદ હવે તેની અસર ભારત-ઈરાન સંબંધ પર પડ્યા છે.
ચીન-ઈરાન સંબંધો થઇ રહ્યા છે મજબૂત
આ તરફ ચાલબાજ ચીન એક રણનીતિ હેઠળ ઈરાન સાથે સમંધો મજબૂત કરી રહ્યું છે અને બંને દેશો વચ્ચે 25 વર્ષ માટે 400 અબજ ડોલરનો કરાર પણ કરવામાં આવ્યો છે. ચબહારના રેલવે પ્રોજેક્ટમાં ઈરાને ભારતને બહાર કરી દીધું છે તે અહેવાલ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે આ મુદ્દે ઈરાનના જવાબની રાહ છે.
નોંધનીય છે કે ચાબહાર પરિયોજના વેપારની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. આ પરિયોજના હેઠળ ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે કરાર થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વર્ષ 2003થી જ ભારત ચાબહાર પ્રોજેક્ટને લઈને કટિબદ્ધ રહ્યું છે અને વર્ષ 2016માં વડાપ્રધાન મોદીના ઈરાન પ્રવાસ દરમિયાન જ આ પોર્ટ આખરે ઓપરેશનલ થયો હતો અને પોર્ટ પર જહાજોની અવર જવર વધી. અહિયાં સુધી કે કોરોના વાયરસ મહામારી વખતે પણ ચાબહાર પોર્ટ કાર્યરત રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.