બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / iran open firing 5 killed 10 injured in southwest izeh city

મોટી દુર્ઘટના / ઈરાનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ, 5ના મોત અને 10 ઘાયલ

Dhruv

Last Updated: 08:57 AM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાનના ખુજેસ્તાનના ઇજેહ શહેરમાં બે બાઇકો લઇને કેટલાક અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 5 લોકોના મોત અને 10 લોકો ઘાયલ.

  • ઇરાનના ઇજેહ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ
  • અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરતા 5ના મોત
  • ઘાયલ લોકોમાં પોલીસકર્મીઓ પણ સામેલ

ઇરાનના પશ્ચિમી શહેર ઇજેહમાં બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. જ્યારે આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ છે. જોકે હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું અને અત્યાર સુધીમાં કોઈ આતંકવાદી સંગઠને પણ આ હુમલાની જવાબદારી નથી લીધી.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા
આ ઘટના અંગેની માહિતી આપતા એક ખાનગી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, અજાણ્યા હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને શહેરના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. આ હુમલાખોરોએ પ્રદર્શનકારીઓ અને ત્યાં હાજર સુરક્ષાદળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખુઝેસ્તાન પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે, આ હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.

પ્રદર્શનકારો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, બુધવારે કેટલાંક પ્રદર્શનકારીઓ અહીં એકત્ર થયા હતા અને તેઓ સરકાર વિરોધી નારા લગાવી રહ્યાં હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. સ્થાનિક મીડિયાના કહેવા અનુસાર, આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ પણ થઈ હતી, જેને પોલીસ દ્વારા કાબુમાં લઇ લેવાઇ હતી. જોકે આ જ જગ્યાએ બાદમાં ફાયરિંગ થયું હતું.

26 ઓક્ટોબરે શિરાઝ શહેરમાં પણ ફાયરિંગ થયું હતું
આ અગાઉ 26 ઓક્ટોબરના રોજ ઈરાનના શિરાઝ શહેરમાંથી પણ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 3 હુમલાખોરોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે ઘટી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી.

હિજાબ વિવાદને લઈને પ્રદર્શનો શરૂ
તમને જણાવી દઈએ કે, હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. 13 સપ્ટેમ્બરના રોજ, પોલીસે મહસા અમીન નામની એક મહિલાની યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારથી સમગ્ર વિશ્વમાં મહસાના સમર્થનમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ઈરાનમાં છેલ્લા 2 મહિનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક અથડામણો થઈ છે, જેમાં ડઝન લોકો ઘાયલ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ