આઈપીએલ મેગા ઓક્શનનું આયોજન બેંગ્લોરમાં થઇ રહ્યું છે. આ મેગા ઓક્શનમાં એક ખેલાડી રાતોરાત કરોડપતિ બની ગયો છે. પરંતુ એક ખેલાડીને લખનઉ ફ્રેન્ચાઈઝીએ મૂળ કિંમતથી 13 ગણી વધુ કિંમત આપીને સૌ કોઈને ચોંકાવી દીધા. આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની બેટીંગથી બધાનું દિલ જીતી લીધુ.
IPL ના મેગા ઓક્શનમાં એક ખેલાડી રાતોરાત કરોડપતિ બન્યો
લખનઉ ફ્રેન્ચાઈઝીએ બેસ પ્રાઈઝથી 13 ગણી વધુ કિંમત આપીને ખરીદ્યો
અભિનવે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગથી મચાવી છે ધમાલ
લખનઉએ આ ખેલાડીને બનાવ્યો કરોડપતિ
આ ખેલાડીના પિતા ફૂટવેરની દુકાન ચલાવતા હતા. અભિનવ મનોહર સદરંગાનીને લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડ અને 60 લાખ રૂપિયામાં ખરીદી લીધો. અભિનવ સદરંગાનીની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. અભિનવે ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટીંગથી બધી ટીમોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તેની આક્રમક બેટીંગ જોઈને પ્રતિસ્પર્ધી ટીમોના ખેલાડીઓ પણ પ્રભાવિત થયા. તેથી આઈપીએલ મેગા ઑક્શનમાં આ ખેલાડી પર મોટી બોલી લાગી છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવ્યું જાંબાઝ પ્રદર્શન
અભિનવ મનોહરની ઉંમર 27 વર્ષની છે. તે કર્ણાટકના બેંગ્લોરનો રહેવાસી છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ક્રિકેટ ડેબ્યુ કર્યુ હતુ. તે ખૂબ જ આક્રમક બેટીંગ માટે ઓળખાય છે. આ સાથે તે બોલિંગ કરવામાં પણ માહેર છે. અભિનવ લેગ બ્રેક સ્પિનર છે, જે ગુગલી બોલ પણ નાખે છે. અભિનય હાર્દિક પંડ્યાની જેમ લોઅર ક્રમમાં ઝડપી રન બનાવવા માટે જાણીતો છે. તેણે ચાર મેચોમાં જાંબાઝ રમતનો નજારો રજૂ કર્યો છે. જેને કારણે બધી ટીમો તેને ખરીદવામાં સ્પર્ધામાં લાગી હતી. અભિનવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ચાર મેચોમાં 54ની શાનદાર ઈનિંગ અને 150ની સ્ટ્રાઈક રેટથી 162 રન ફટકાર્યા. આ દરમ્યાન તેણે એક અર્ધસદી પણ ફટકારી. ચાર ઈનિંગની નાની ટી-20 કારકિર્દીમાં તેણે 11 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે.