ipl media rights sold to these companies around 44000 crore for the next five years
IPL મીડિયા રાઇટ્સ /
44 હજાર કરોડમાં વેચાયા IPL ના મીડિયા રાઈટ્સ, આગામી 5 વર્ષ સુધી આ પ્લેટફોર્મ પર જોવા મળશે મેચ
Team VTV04:20 PM, 13 Jun 22
| Updated: 10:04 AM, 14 Jun 22
IPL ના મીડિયા રાઈટ્સની હરાજીના પરિણામો આવવા લાગ્યા છે ત્યારે મીડિયા રીપોર્ટ અનુસાર ડીઝીટલ અને ટીવી રાઈટ્સ અલગ અલગ કંપનીએ ખરીદ્યા છે.
IPLના મીડિયા રાઈટ્સની હરાજી
ઘણી દિગ્ગજ કંપનીઓએ બોલીઓ લગાવી
107.5 કરોડ પ્રતિ મેચમાં વેચાયા ડીઝીટલ અને ટીવી રાઈટ્સ
સ્ટારને ટીવી રાઇટ્સ અને વાયકોમને ડિજિટલ રાઇટ્સ
IPLના મીડિયા રાઈટ્સની હરાજી
IPL ના ડિજિટલ અને મીડિયા રાઇટ્સની હરાજી પૂરી થઈ ગઈ છે અને એક મેચના ડીઝીટલ અને ટીવી રાઈટ્સના થઈને 107.5 કરોડ રૂપિયાની વેલ્યુ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ટીવી અને ડિજિટલ રાઈટ્સ વેચાઈ ગયા છે. વર્ષ 2023 થી 2027 સુધીમાં આ અધિકારોને બે અલગ-અલગ કંપનીઓએ 44,075 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. એટલે કે હવે આઇપીએલ ટીવી પર અલગ-અલગ ચેનલો પર અને ડિજિટલ પર અલગ-અલગ એપ/વેબસાઈટ પર જોવા મળશે તે સ્પષ્ટ છે. આ મીડિયા રાઈટ્સ 410 મેચના છે.
સ્ટારને ટીવી રાઇટ્સ અને વાયકોમને ડિજિટલ રાઇટ્સ
આઇપીએલના ટીવી રાઇટ્સ સ્ટાર પાસે અને ડિજિટલના રાઇટ્સ વાયાકોમ (રિલાયન્સ) પાસે ગયા છે. એટલે કે બે અલગ અલગ પ્લેટફોર્મ પર ઓનલાઈન અને ટીવી પર મેચ જોઈ શકાશે.
ટીવી અને ડિજિટલના અધિકારો વેચાયા
આઈપીએલ મીડિયા રાઈટ્સ પર એક મોટી અપડેટ આવી છે. ભારતમાં ટીવી અને ડિજિટલ મીડિયાના રાઈટ્સ વેચાઈ ગયા છે. આઇપીએલ 2023થી 2027 સુધીમાં ટીવી રાઈટ્સ રુપિયા 57.5 કરોડમાં અને ડિજિટલ રાઈટ્સ રુપિયા 48 કરોડમાં વેચાયા છે. કોણે ખરીદ્યો તેની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટીવી રાઇટ્સની બેઝ પ્રાઇઝ 49 કરોડ રૂપિયા હતી, જ્યારે ડિજિટલ રાઇટ્સની કિંમત 33 કરોડ રૂપિયા હતી. હવે જ્યારે પેકેજ-એ અને પેકેજ-બી વેચાઈ ગયા છે ત્યારે એક મેચનો ભાવ 105.5 કરોડ સુધી પહોંચી ગયો છે. મીડિયા રાઈટ્સના પેકેજ-એ અને પેકેજ-બીને સંયુક્ત રીતે 43,255 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. ટીવી રાઇટ્સ માટે 23575 કરોડ રૂપિયા, ડિજિટલ રાઇટ્સ માટે 19680 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ કિંમત વધી પણ શકે છે, કારણ કે પેકેજ A ના વિજેતાને પેકેજ B માટે ફરીથી બોલી લગાવવાનો અધિકાર છે.
પહેલા દિવસે હરાજીમાં શું થયું ?
પહેલા દિવસે, મીડિયા રાઇટ્સે પેકેજ-એ અને પેકેજ-બી માટે બોલી લગાવી હતી. જેમાં ટીવી રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સનો સમાવેશ થાય છે. પહેલા દિવસે જ બંને પેકની બોલી 43,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એટલે કે એક મેચ માટે મીડિયા રાઈટ્સની કિંમત 105 કરોડ રૂપિયાને પાર થઇ ગઈ. મીડિયા રાઈટ્સ માટે જે લોકોએ બોલી લગાવી હતી તેમાં રિલાયન્સ, ઝી, સોની, ડિઝની-સ્ટાર જેવા મોટા નામ સામેલ છે. આ કંપનીઓ છે જે ટીવી અને ડિજિટલ બંને અધિકારો માટે બોલી લગાવી રહી છે. જ્યારે કેટલીક કંપનીઓ માત્ર ડિજિટલ રાઈટ્સ પર જ ફોકસ કર્યું હતું.
પેકેજની બેઝ પ્રાઇઝ શું છે ?
આઈપીએલ 2023 થી 2027 સુધી મીડિયા રાઈટ્સ વેચવામાં આવે છે. તેને ચાર પેકેજમાં વહેંચવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો મીડિયા રાઈટ્સની કુલ બેઝ પ્રાઈઝ 32 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.