આઈપીએલ 2023ની શરૂઆત માર્ચ મહિનાના અંતમાં અથવા ફરી એપ્રિલની શરૂઆતમાં થઇ શકે છે અને એવી આશા સેવાઈ રહી છે કે આ ધોનીની કારકિર્દીની અંતિમ સિઝન હોઇ શકે છે.
ધોની રમવા જઇ રહ્યાં છે પોતાની છેલ્લી આઈપીએલ સિઝન!
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ મેનેજમેન્ટનો છે પ્રયાસ
ધોની છેલ્લી આઈપીએલ મેચ ઘરેલુ મેદાન ચેપોકમાં રમે
ધોનીની આ છેલ્લી આઈપીએલ સિઝન હશે !
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ મેનેજમેન્ટનો પ્રયાસ છે કે ધોની પોતાની છેલ્લી આઈપીએલ મેચ ઘરેલુ મેદાન ચેપોકમાં રમે. મહત્વનું છે કે લગભગ ત્રણ વર્ષ બાદ બધાને આશા છે કે આઈપીએલમાં જૂના ફોર્મેટ હેઠળ મેચ રમાશે. ફ્રેન્ચાઈજીના સત્તાવાર સુત્રએ ઈનસાઈડ સ્પોર્ટ્સને આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે અમને વિશ્વાસ છે કે ધોનીની આ છેલ્લી આઈપીએલ સિઝન હશે અને પોતાના મનપસંદ મેદાનમાં તેનો અંત કરશે. અમને આ મામલે સિઝનની શરૂઆત થતા પહેલા પૂરી જાણકારી મળી જશે.
ધોનીએ આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરી નથી
તેમણે વધુમાં કહ્યું કે ધોનીએ પોતાના નિર્ણય વિશે હજી કશુ જણાવ્યું નથી પરંતુ આ સ્પષ્ટ છે કે તેમની ઉપર આ અંગે કોઈ પણ પ્રકારનુ દબાણ નથી. તેઓ અમારા કેપ્ટન છે અને ટીમના હિતમાં તેઓ જે પણ નિર્ણય લેશે તે યોગ્ય જ હશે. જ્યાં સુધી ટીમ મેનેજમેન્ટની ચિંતાનો સવાલ છે તો ધોનીને અમારું પુરું સમર્થન છે કે તેઓ આ સિઝન બાદ પણ રમવાનુ ચાલુ રાખી શકે છે.
આગામી સિઝનમાં સ્ટોક્સ અને રહાણે પણ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં
મહત્વનું છે કે આઈપીએલ 2023ને લઇને ખેલાડીઓની હરાજી પ્રક્રિયા દરમ્યાન ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને ભારતીય ખેલાડી અજિંક્ય રહાણે પર ચેન્નઈ સુપર કિંગ્સે વિશ્વાસ દર્શાવી તેમનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે.