બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2021 playoff teams decided mumbai indians out

IPL 2021 / મુંબઈ ઇન્ડિયન્સનું હેટ્રિક કરવાનું તૂટ્યું સપનું, નક્કી થઇ ગઇ 4 પ્લેઑફ ટીમો, જાણો ક્યારે કોના વચ્ચે મુકાબલો

Hiren

Last Updated: 11:28 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ આ સીઝનમાં પ્લેઑફની દોડથી બહાર થઇ ગયું છે.

  • મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઑફની રેસથી બહાર
  • તૂટ્યું IPL જીતની હેટ્રિક કરવાનું સપનું
  • 5 વખત ચેમ્પિયન બની છે મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઑફની બહાર થતાની સાથે જ સતત ત્રીજી વખત આઈપીએલ જીતવાનું સપનું તૂટી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ જે ચમત્કારિક આંકડાની જરૂરિયાત રોહિત શર્માની ટીમને હતી, તે પૂરી ન થઇ શકી.

મુંબઈ ઇન્ડિયન્સની સફર આ આઈપીએલમાં ઘણી ખરાબ રહી હતી, આ વખતે ટીમે કુલ 7 મેચ ગુમાવી દીધી અને પ્લેઑફમાં સામેલ ન થઇ શકી. 2018 બાદ એવું પહેલી વખત થયું કે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્લેઑફમાં જગ્યા ન બનાવી શકી.

હૈદરાબાદ વિરૂદ્ધ જોઇતો હતો ચમત્કાર

તમને જણાવી દઇએ કે આ મેચની શરૂઆત થવા સુધી મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઑફમાં પહોંચવાની રેસમાં હતું. મુંબઈને આના માટે બેટિંગ કરવાની હતી અને બાદમાં હૈદરાબાદને 171 અથવા તેનાથી વધુ રનથી હરાવવાનું હતું. મુંબઈએ પહેલા બેટિંગ કરતા, 235 રનનો મોટો સ્કૉર પણ બનાવ્યો. પરંતુ તેઓ હારનું મોટું અંતર ન બનાવી શકી.

આ 4 ટીમ પહોંચી પ્લેઑફમાં

મુંબઈના બહાર થયા બાદ જે ચાર ટીમોએ પ્લેઑફ માટે ક્વોલિફાઈ કર્યું છે, તે હવે નક્કી થઇ ગયું છે. દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રૉલ્સ ચૈલેન્જર્સ બેંગલુરૂ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હવે પ્લેઑફની જંગ લડશે. કોલકાતાએ પ્લેઑફમાં પહોંચવાનો જશ્ન આ રીતે મનાવ્યો.

કેવા હશે પ્લઑફના મુકાબલા

  • પહેલા ક્વૉલિફાયર, 10 એક્ટોબર(દુબઈ) - દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ
  • એલિમિનેટર, 11 ઓક્ટોબર(શારજાહ) - રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ vs કોલકાતા નાઇટ રાઇડર્સ
  • બીજુ ક્વૉલિફાયર, 13 ઓક્ટોબર(શારજાહ) - એલિમિનેટરની વિજેતા અને પહેલા ક્વૉલિફાયરમાં હારેલી ટીમ વચ્ચે
  • ફાઈનલ, 15 ઓક્ટોબર(દુબઈ) - પહેલા ક્વૉલિફાયરની વિજેતા અને બીજા ક્વૉલિફાયરની વિજેતા ટીમ વચ્ચે

તૂટી ગયું જીતની હેટ્રિકનું સપનું

રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી મુંબઈ ઇન્ડિયન્સ સૌથી વધુ સારી ટીમ બનીને ઉભરી છે. જો આ વખતે પણ મુંબઈ આઈપીએલ જીતવામાં સફળ રહી હોત તો સતત ત્રણ વખત આઈપીએલ જીતનારી ટીમ બની શકત, પરંતુ તે ન થઇ શક્યું.

મુંબઈએ વર્ષ 2020માં દિલ્હી કેપિટલ્સને હરાવીને ખિતાબ જીત્યો હતો, તે પહેલા ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને આઈપીએલ જીતી હતી. પરંતુ આ વખતે નેટ રનરેટની રેસમાં મુંબઈ ઇન્ડિયન્સ પાછળ રહી ગઇ.

5 વખત ચેમ્પિયન બની છે મુંબઈ ઇન્ડિયન્સ

  • 2020- ચેમ્પિયન
  • 2019- ચેમ્પિયન
  • 2017- ચેમ્પિયન
  • 2015- ચેમ્પિયન
  • 2013- ચેમ્પિયન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ