બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / iphone 13 like design letv y1 pro price around rs 5800 launch

લોન્ચ / માત્ર 5800 રૂપિયામાં iPhone 13 જેવો ફોન! ફીચર્સ જાણીને ચોંકી જશો

Premal

Last Updated: 01:32 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈફોનને એફોર્ડેબલ કિંમત પર ઘણા લોકો ખરીદવા માગે છે, પરંતુ કંપનીનો સૌથી સસ્તો આઈફોન પણ મોટાભાગના લોકો માટે એક મોંઘી ચોઈસ છે. એવામાં એક કંપનીએ આઈફોનની જેમ દેખાતો ફોન લોન્ચ કર્યો છે.

  • ચીની બ્રાન્ડે આઈફોનની જેમ દેખાતો ફોન લોન્ચ કર્યો
  • આ ફોનની પ્રારંભિક કિંમત 6 હજાર રૂપિયાથી પણ ઓછી
  • જાણો, કંપનીના એફોર્ડેબલ હેન્ડસેટની કિંમત અને ફીચર્સ 

ચીની બ્રાન્ડે LeTV Y1 Pro લૉન્ચ કર્યો

આ ફોનની પ્રારંભિક કિંમત 6 હજાર રૂપિયાથી પણ ઓછી છે. ચીની બ્રાન્ડે LeTV Y1 Pro લૉન્ચ કર્યો છે, જે iPhone 13 જેવા ડિઝાઈનની સાથે આવે છે. આ એક એન્ટ્રી લેવલ ડિવાઈસ છે. જેમાં Unisoc T310 પ્રોસેસર, 4GB સુધી RAM અને 256GB સુધીનુ સ્ટોરેજ ઑપ્શન મળે છે. આવો જાણીએ કંપનીના એફોર્ડેબલ હેન્ડસેટની કિંમત અને ફીચર્સ. 

LeTV Y1 Pro ની કિંમત  

બ્રાન્ડે આ ફોનને ત્રણ કૉન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યો છે. ત્રણેય વેરિએન્ટ 4GB RAMની સાથે આવે છે. બ્રાન્ડે આ ડિવાઈસને ચીનના માર્કેટમાં લોન્ચ કર્યો છે. સ્માર્ટ ફોનના 4GB RAM + 32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 499 યુઆન (લગભગ 5800 રૂપિયા) છે. તો તેના 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટનો ભાવ 699 યુઆન (લગભગ 8510 રૂપિયા) છે. LeTV Y1 Pro ના 4GB RAM + 256GB સ્ટોરેજ વેરિએન્ટની પ્રાઈસ 899 યુઆન (લગભગ 10,500 રૂપિયા) છે. ડિવાઈસ મિડનાઈટ બ્લેક, સ્ટાર બ્લૂ અને સ્ટાર વ્હાઈટ કલરમાં લોન્ચ થયો છે.  

શું છે સ્પેસિફિકેશન્સ?

ડ્યુઅલ સિમ સપોર્ટવાળા LeTV Y1 Pro સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 પર કામ કરે છે. તેમાં 6.5-inchની LCD HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં Unisoc T310 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન 4GB RAMની સાથે આવે છે. તેમાં 256GB  સુધી સ્ટોરેજનુ ઑપ્શન મળે છે. ફોટોગ્રાફી માટે હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો પ્રાઈમરી કેમેરો 8MPનો છે,  જે આઈ લેન્સ સાથે આવે છે. તો ફ્રન્ટમાં કંપનીએ 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઈસને પાવર આપવા માટે 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10Wની ફાસ્ટ ચાર્જિગ સપોર્ટની સાથે આવે છે. જેમાં USB ટાઈપ-સી-ચાર્જિગ પોર્ટ અને 3.5mm ઑડિયો જેક મળે છે. ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ