IOCL Recruitment 2021 Indian Oil announces vacancies for Trade Apprentices
નોકરી /
ઈન્ડિયન ઓઈલમાં કરવાની શાનદાર તક, 480 જગ્યાઓ પર નોકરીની ભરતી જાહેર
Team VTV06:44 PM, 18 Aug 21
| Updated: 07:00 PM, 18 Aug 21
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 480 પદોને ભરવા મંગાવવામાં આવી રહી છે અરજી
નોકરીની સારી તક
IOCL દ્વારા 480 પદો પર ભરતી
જાણો દરેક વિગત
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેક્નિકલ અને નોન ટેક્નિકલ પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી રહી છે. આ અરજી કુલ 480 પદો પર ભરતી માટે મંગાવવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા 13 ઓગસ્ટથી શરૂ થઈ ચુકી છે અને તેની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી છે. અરજી કરવા માંગતા ઉમેદવાર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ઓફિશયલ વેબસાઈટ પર IOCL: iocl.com પર જઈને અરજી કરી શકે છે.
વય મર્યાદા
આ પદ પર અરજી કરવા માટે 24 વર્ષ જૂન 30 2021એ ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા માટે IOCL દ્વારા MCQ લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે જેમા ઉમદવારોએ 4 વિકલ્પમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પરિક્ષામાં આવેલા ગુણ પરથી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
પરીક્ષાની તારીખ
લેખિત પરિક્ષા 19 સપ્ટેમ્બર 2021ના રોજ આયોજીત કરવામાં આવશે. જેના સેન્ટર ચેન્નાઈ, કોચીન, હૈદરાબાદ, વિજયવાડા અને બેંગ્લોર છે.