બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Investors should not panic, money is there to repay the loan, the focus is still on growth... Adani Group's big statement

બિઝનેસ / લોનની ભરપાઇ કરવા અમે સક્ષમ, રોકાણકારોએ....: ડાઉન માર્કેટ કેપ ટાણે અદાણી ગ્રુપનું મોટું નિવેદન

Megha

Last Updated: 08:59 AM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે અદાણી ગ્રુપે રોકાણકારોને ખાતરી આપી હતી કે તેની બેલેન્સ શીટ હાલ સારી સ્થિતિમાં છે. ઈન્વેસ્ટર્સ સાથે ચર્ચા દરમિયાન અદાણી ગ્રુપના CFOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેની માર્કેટ કેપ અડધાથી વધુ ઘટી ગઈ છે.

  • અદાણી ગ્રુપના CFOનું નિવેદન સામે આવ્યું 
  • અદાણી ગ્રુપે રોકાણકારોને ખાતરી આપી બેલેન્સ શીટ સારી સ્થિતિમાં
  • હાલ સંપૂર્ણ ધ્યાન ગ્રુપના કારોબારની ગતિ જાળવી રાખવા પર 

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના વંટોળમાં ફસાયેલા અદાણી ગ્રુપ તેના રોકાણકારોનો કંપનીમાં વિશ્વાસ જાળવી રાખવા માટે અનેક પ્રયાસ કરી રહી છે, એવામાં બુધવારે અદાણી ગ્રુપે રોકાણકારોને ખાતરી આપી હતી કે તેની બેલેન્સ શીટ હાલ સારી સ્થિતિમાં છે. જણાવી દઈએ કે ઈન્વેસ્ટર્સ સાથે ચર્ચા દરમિયાન અદાણી ગ્રુપના CFOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેની માર્કેટ કેપ અડધાથી વધુ ઘટી ગઈ છે. 

કારોબારની ગતિ પર ફોકસ 
બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ સમયે અદાણી ગ્રૂપના(Adani Group) ચાર શેરમાં ફરી લોઅર સર્કિટ લાગી હતી એ જ સમયે બીજી કંપનીઓના શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ બધા વચ્ચે કંપનીએ બેલેન્સ શીટને ઠીક કરવાની વાત કરી અને કહેવામાં આવ્યું કે હિંડનબર્ગ અસર હોવા છતાં, તેમનું સંપૂર્ણ ધ્યાન ગ્રુપના કારોબારની ગતિ જાળવી રાખવા પર છે. 

માર્કેટ સ્થિર થવા પર કરશે સમીક્ષા 
એક રિપોર્ટ અનુસાર અદાણી જૂથના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) જુગશિન્દર રોબી સિંઘે ત્રિમાસિક પરિણામો પછી રોકાણકારો સાથે ચર્ચા કરતી વખતે તેમને ખાતરી આપી હતી. આ ચેહચ દરમિયાન એમને કહ્યું હતું કે 'અમારી પાસે પૂરતી રોકડ છે અને અમારી પાસે અમારી લોન ચૂકવવાની ક્ષમતા પણ છે.' સિંઘે વધુમાં જણાવ્યું હતું કે એકવાર વર્તમાન માર્કેટ સ્થિર થઈ જાય પછી અમે અમારી મૂડી માર્કેટ વ્યૂહરચનાની ફરી સમીક્ષા કરીશું. આ સાથે જ એમને ખાતરી આપી હતી કે અમારું ધ્યાન બજારના ઉતાર-ચઢાવમાં વેપારની ગતિ ચાલુ રાખવા પર છે.

અદાણી ગ્રુપનું MCap આટલું ઘટ્યું 
24 જાન્યુઆરી 2023ના રોજ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપને લઈને પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટમાં ઘણા શેરમાં હેરફેર કરવાની સતહે જ ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. એ પછી ગૌતમ અદાણીની કંપનીઓનો શેર એ રીતે તૂટયો કે અત્યાર સુધી ગ્રુપનું માર્કેટ કેપ 125 બિલિયન ડોલર પર આવી ગયું છે. જો કે આ રિપોર્ટ પછી ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેને પાયાવિહોણું જાહેર કરવામાં આવ્યું હતું. પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર એ રિપોર્ટની પ્રતિકૂળ અસરને ઘટાડવામાં અદાણી ગ્રુપ નિષ્ફળ ગયું અને આ જ કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં જોરદાર ઘટાડો થયો હતો. એ રિપોર્ટની અસર એટલી હતી કે થોડા જ સમયમાં ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ચોથા સ્થાનેથી 24માં નંબરે આવી ગયા હતા. 

અદાણીની કંપનીને મજબૂત નફો
જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 ના રોજ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 820 કરોડ રહ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. 11.63 કરોડની ખોટ નોંધાવી હતી પણ આ વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝે મજબૂત નફો નોંધાવ્યો છે.

અમારી પાસે 25 વર્ષોનો અનુભવ છે 
CFO જુગશિન્દર રોબી સિંઘે રોકાણકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અનુશાસીત રીતે મૂડી રોકાણનો 25 વર્ષનો ઈતિહાસ ધરાવે છે અને આ સમયગાળા દરમિયાન ગ્રૂપ કંપનીઓ અગ્રણી તરીકે ઉભરી આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ