બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / investment limit will be doubled tax and returns will also be saved know ppf rules

તમારા કામનું / પરણિત લોકોને આ રીતે PPFમાં રોકાણની મર્યાદા વધવાની સાથે મળશે ટેક્સ બેનિફિટ્સ, જાણો શું છે ટ્રિક

Arohi

Last Updated: 07:02 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ રોકાણ માટે ખૂબ જ જૂનો અને વિશ્વસનીય રસ્તો છે. જેમાં તમને સલામતી સાથે સારું રિટર્ન મળે છે. તેનાથી ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે.

  • PPFમાં કરો રોકાણ 
  • આ રીતે મળશે ટેક્સ બેનિફિટ્સ 
  • સાથે ડબલ થશે રોકાણ 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFએ રોકાણનું જબરદસ્ત માધ્યમ છે, જે સારું વળતર આપે છે. આ E-E-E કેટેગરીમાં આવતું રોકાણ છે. એટલે કે રોકાણ, વ્યાજ અને પાકતી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. પીપીએફમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે લોકો પીપીએફમાં રોકાણ કરવાને લઈને ધરાવે સ્યોર હોય છે. પરંતુ જો તમે PPFમાં રોકાણ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમને વધુ ફાયદો થશે.

PPFમાં રોકાણકારોને એશ્યોર્ડ રિટર્ન મળવાની સાથે જ ઈનકમટેક્સના સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઈનકમ ટેક્સ છૂટ પણ મળે છે. ઘણી વખત એવું પણ બને છે કે પીપીએફ રોકાણની મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ રોકાણકાર પાસે પૈસા બચી જાય છે અને તે રોકાણના વિકલ્પો શોધતો હોય છે. ટેક્સ નિષ્ણાંતોના મતે જો રોકાણકાર પરિણીત છે. તો તે તેની પત્ની અથવા પતિના નામ પર પીપીએફ ખાતું ખોલાવી શકે છે અને તેમાં 1.5 લાખ રૂપિયા અલગથી રોકાણ કરી શકે છે.

PPFમાં રોકાણ પર મળે છે આ ફાયદો 
એક્સપર્ટ્સ અનુસાર જીવનસાથીના નામ પર PPF ખાતું ખોલવાથી રોકાણકારના PPF રોકાણની મર્યાદા બમણી થઈ જશે. જો કે તે પછી પણ આવકવેરામાં છુટની મર્યાદા 1.5 લાખ રૂપિયા રહેશે. 

ભલે તમને 1.5 લાખ આવકવેરામાં છૂટ મળે પરંતુ તેના બીજા ઘણા ફાયદા છે. PPF રોકાણ મર્યાદા બમણી થઈને રૂ. 3 લાખ થાય છે. E-E-E શ્રેણીમાં હોવાથી, રોકાણકારને PPFના વ્યાજ અને પાકતી મુદતની રકમ પર કર મુક્તિ મળે છે.

ક્લબિંગ જોગવાઈઓની કોઈ અસર નથી
તમે તમારી પત્નીને આપેલી કોઈપણ રકમ અથવા ભેટમાંથી થયેલી આવક આવકવેરાની કલમ 64 હેઠળ તમારી આવકમાં ઉમેરવામાં આવશે. જો કે, PPFના કિસ્સામાં જે EEE ના કારણે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. ક્લબિંગની જોગવાઈઓની કોઈ અસર નથી પડતી. 

પરિણીત લોકો માટે ટ્રિક
ત્યાં જ જ્યારે તમારા પાર્ટનરનું PPF એકાઉન્ટ ભવિષ્યમાં મેચ્યોર થાય છે ત્યારે તમારા પાર્ટનરના PPF એકાઉન્ટમાં તમારા શરૂઆતી રોકાણનું આવક વર્ષ-દર વર્ષે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. તેથી આ વિકલ્પ પરિણીત લોકોને PPF ખાતામાં તેમનું યોગદાન બમણું કરવાની તક પણ આપે છે.

એ લોકો માટે આ સારો વિકલ્પ છે જે ઓછું રિસ્ક લેવા માંગે છે અને તેઓ NPS, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા બજાર સાથે જોડાયેલા રોકાણ કરવા માંગતા નથી. જ્યાં જોખમનો ખતરો વધારે રહે છે. તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે PPFનો વ્યાજ દર 7.1% નક્કી કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ