બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 10:40 AM, 10 October 2021
ADVERTISEMENT
લાંબા ગાળા માટે રોકાણ કરીને PPFમાંથી સારું રિટર્ન મેળવી શકાય છે. દર મહિને માત્ર 1000 રૂપિયા જમા કરીને તમે 12 લાખ રૂપિયાથી વધુ મેળવી શકો છો.
કેટલું વ્યાજ મળશે
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દર ત્રિમાસિકમાં PPF ખાતા પર વ્યાજ દરમાં ફેરફાર કરે છે. વ્યાજ દર સામાન્ય રીતે 7થી 8 ટકા હોય છે, જે આર્થિક પરિસ્થિતિને આધારે થોડો વધારો અથવા ઘટાડો કરી શકે છે. હાલમાં વ્યાજ દર 7.1 ટકા છે, જે વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય છે. આ ઘણી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે છે.
કેટલું રોકાણ કરવું પડશે
તમે PPF ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે. તે પછી તમે આ પૈસા ઉપાડી શકો છો અથવા તમે દર 5 વર્ષ આગળ લઈ જઈ શકો છો.
કેલ્ક્યુલેશન સમજો
જો તમે PPF ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરો છો, તો 15 વર્ષમાં તમારા રોકાણની રકમ 1.80 લાખ રૂપિયા થશે. આના પર 1.45 લાખ રૂપિયા વ્યાજ મળશે. એટલે કે મેચ્યોરિટી બાદ તમને કુલ 3.25 લાખ રૂપિયા મળશે. હવે જો તમે વધુ 5 વર્ષ માટે PPF ખાતું લંબાવશો અને દર મહિને 1000 રૂપિયાનું રોકાણ ચાલુ રાખશો તો તમારી કુલ રોકાણ રકમ 2.40 લાખ રૂપિયા થશે. આ રકમ પર 2.92 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પછી તમને 5.32 લાખ રૂપિયા મળશે.
જો તમે 15 વર્ષની મેચ્યોરિટી અવધિ પછી તમે 5-5 વર્ષ માટે તેને ત્રણ વખત લંબાવશો અને દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું ચાલુ રાખશો તો તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી કુલ રકમ 3.60 લાખ રૂપિયા થશે. 8.76 લાખ આના પર વ્યાજ મળશે. આ રીતે, મેચ્યોરિટી પર કુલ 12.36 લાખ રૂપિયા મળશે.
લોનની સુવિધા પણ મળે છે
જો તમે PPFમાં રોકાણ કર્યું છે તો આ ખાતા પર લોન લેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ આનો લાભ એ ખાતું ખોલવાના ત્રીજા કે છઠ્ઠા વર્ષમાં ઉપલબ્ધ થશે. PPF ખાતાના 6 વર્ષ પૂરા થવા પર તમે નાની રકમ પણ ઉપાડી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.