બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / Innocent man killed by stray cattle in Bhavnagar, died after 22 days of treatment, who is responsible?

રેઢીયાળ તંત્ર / ભાવનગરમાં રખડતા ઢોરે લીધો નિર્દોષ માણસનો ભોગ, 22 દિવસની સારવાર બાદ મોત, જવાબદાર કોણ?

Mehul

Last Updated: 08:45 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે આવેલા વ્યાપારીનું લાંબી સારવાર બાદ મોત.વિપક્ષ આકરા પાણીએ. દોષનો ટોપલો સાશક પક્ષ પર. કુંભકર્ણ નિદ્રામાંથી જાગ્યું મહાપાલિકા વહીવટી તંત્ર

  • ભાવનગર મહાપાલિકાનો 'સુસ્ત'અને રેઢીયાળ વહીવટ 
  • ભાજપ પ્રમુખની 'ચાબુક'નો  તંત્ર પર કોઈ અસર નહિ 
  • રખડતા ઢોરની અડફેટે આવેલા વ્યાપારીનું આખરે મોત 


ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે દીપાવલી સ્નેહ મિલન દરમિયાન જ્યાં-જ્યાં ગયા ત્યાં તમામ જગ્યાના મહાપાલિકાના મેયર સહિતના સતાધીશોને જન સુવિધાઓ માટે ટકોર કરી હતી. અને વડોદરાના મેયરને તો જાહેરમાં 'લીધા 'હતા. રખડતા ઢોર મુદ્દે,વારંવાર ટકોર કરતા રહેતા પાટીલ, 'સુસ્ત'ભાવનગર પાલિકાની આળસ ઉડાડી શક્યા નહિ. પરિણામે,ઢોરની અડફેટે આવેલા વ્યાપારીનું 24 દિવસ બાદ મોત નીપજ્યું છે. 4 ડીસેમ્બરના રોજ વ્યાપારીને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. ત્યાર બાદ વ્યાપારી સારવાર માટે હોસ્પીટલમાં રહ્યા એટલી લાંબી સારવાર બાદ પણ વ્યાપારી બચી શક્યા નહોતા.પરિણામે,ભાવનગર મહાપાલિકા સામે આક્રોશ જાગ્યો છે.  

સફાળું  જાગ્યું મહાપાલિકા તંત્ર 

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આખલાના આંતકનો વધુ એક વ્યક્તિ ભોગ બની છે.. 4 ડિસેમ્બરના રોજ બનેલી ઘટનામાં ઘાયલ થયેલા વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેને લઈને વિવાદ સર્જાયો છે. વેપારીનું મૃત્યુ થતા જ સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. તો વિપક્ષે પણ દોષનો ટોપલો શાસક પક્ષ પર ઢોળ્યો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા તંત્ર અચાનક જ ઊંઘમાંથી જાગ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના 3 વિસ્તારોમાં ઢોરવાડા બનાવવા માટે કલેક્ટર પાસે 15 એકર જમીનની માગ કરી છે. તેમજ જમીન મળતા જ ઢોરનો ત્રાસ ઓછો થશે તેવી ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 અને જિલ્લામાં 2 મળી કુલ 6 લોકોના ઢોરની હડફેટે આવી જતા મૃત્યુ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ