બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Inflation has dropped by 5.30 percent, making your kitchen items 11 per cent cheaper

મોટી ખુશખબર / મોંઘવારીમાં 5.30 ટકાનો ઘટાડો, તમારા રસોડામાં વપરાતી આ વસ્તુ થઈ 11 ટકા સસ્તી

ParthB

Last Updated: 08:42 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળ વચ્ચે સામાન્ય માણસ અને સરકારને ફુગાવાના મોરચેથી સારા સમાચાર મળ્યા છે. દેશમાં ઓગસ્ટ 2021માં રિટેલ ફુગાવવાનો દર 5.30 ટકા પહોંચ્યો

  • ઓગસ્ટમાં ખાદ્ય કિંમતોમાં ઘટાડાના કારણે ફુગાવો કાબુમાં
  • ફુગાવવાના દરમાં આવશે ધીમે ધીમે સુધારો-RBI
  • ઓગસ્ટ 2020 માં રિટેલ ફુગાવાનો દર 6.69 ટકા હતો 

ઓગસ્ટમાં ખાદ્ય કિંમતોમાં ઘટાડાના કારણે ફુગાવો કાબુમાં 

કોરોના વાયરસ મહામારી વચ્ચે સામાન્ય માણસ અને સરકારને ફુગાવાના મોરચેથી સારા સમાચાર મળ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા બહાર પડાયેલા આંકડા મુજબ રિટેલ ફુગાવાનો દર વધુ નીચે આવ્યો છે. ડેટા અનુસાર, ઓગસ્ટ 2021 માં રિટેલ ફુગાવાનો દર 5.30 ટકા હતો, જે જુલાઈ 2021 માં ઘટીને 5.59 ટકા થયો હતો, જે ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, ઓગસ્ટ 2020 દરમિયાન, સપ્લાય ચેઇનમાં અડચણોને કારણે, દેશમાં રિટેલ ફુગાવાનો દર 6.69 ટકા સુધી પહોંચી ગયો હતો. ઓગસ્ટ 2021 માં ખાદ્ય કિંમતોમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાવો સતત બીજા મહિને ભારતીય રિઝર્વ બેંક ના લક્ષ્યમાં રહ્યો.

ખાદ્ય તેલ, બળતણ અને વીજળીનો મોંઘવારી દર વધ્યો 

RBI 2 ટકાના માર્જિન સાથે રિટેલ ફુગાવો 4 ટકા રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે. NSO ના ડેટા અનુસાર, ઓગસ્ટ 2021 દરમિયાન શાકભાજીના ભાવમાં 11.7 ટકાનો મોટો ઘટાડો થયો છે. જેનાથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં 3.11 ટકાનો વધારો થયો છે, જે જુલાઈમાં 3.96 ટકા હતો. આ દરમિયાન ખાદ્ય તેલના વધતા ભાવ અંગે ચિંતા છે. વાર્ષિક ધોરણે ખાદ્યતેલના ભાવમાં 33 ટકાનો વધારો થયો છે.તે જ સમયે, બળતણ અને વીજળીનો ફુગાવો દર વધીને 12.95 ટકા થયો. આજ સમયે, સેવા ક્ષેત્રનો ફુગાવો દર પણ ઓગસ્ટ 2021 માં 6.4 ટકાના ઉચ્ચ સ્તરે રહ્યો હતો.

ફુગાવવાના દરમાં આવશે ધીમે ધીમે સુધારો-RBI

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં જણાવ્યું હતું કે, છૂટક ફુગાવવામાં ક્રમશ સુધારો નોંધવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં છૂટક ફુગાવો 6 ટકાની રેન્જમાં પહોંચીને થોભી જશે. તેમણે જુલાઈ 2021 માં મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં કહ્યું હતું કે અત્યારે દેશના અર્થતંત્રને વિકસાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને નાણાકીય નીતિ નક્કી કરવી જરૂરી છે. એમ પણ કહ્યું હતું કે, રોગચાળા દરમિયાન RBIનો પુરો ભાર આર્થિક વિકાસ પર હતો. આવી સ્થિતિમાં રિટેલ ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકાના બદલે 2 થી 6 ટકાની રેન્જમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ