બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Inflation has come down to manageable level, govt's focus on growth: FM Nirmala Sitharaman

નિવેદન / મોંઘવારી કાબુમાં આવી, હાલમાં સરકારનું ધ્યાન નોકરીઓ સર્જન અને આર્થિક સમાનતા પર- FM સીતારામણ

Hiralal

Last Updated: 03:13 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડીયા આઈડિયા સમિટમાં બોલતા નાણા મંત્રી નિર્મલા સીતારામણે સરકારની હાલની પ્રાથમિકતા વિશે ફોડ પાડ્યો.

  • ઈન્ડીયા આઈડિયા સમિટમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણનું નિવેદન 
  • મોંઘવારી સહન થઈ શકે તેવા સ્તરે આવી 
  • રોજગારી સર્જન અને ભંડોળના સમાન વિતરણ પર સરકારનું ધ્યાન 

ઈન્ડીયા આઈડિયા સમિટને સંબોધતા નાણા મંત્રી સીતારામણે મોઁઘવારીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. સીતારમણે બુધવારે કહ્યું હતું કે, મોંઘવારી સહન થઈ શકે તેવા સ્તરે આવી છે અને તેથી હાલમાં સરકારનું મુખ્ય ધ્યાન આર્થિક વિકાસ પર છે. તેમણે કહ્યું કે રોજગારી સર્જન અને ભંડોળનું સમાન વિતરણ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. 

ફૂગાવો સરકારની પ્રાથમિકતા નથી- સીતારામણ 
સીતારામણે કહ્યું કે સરકારની પ્રાયોરિટીમાં રોજગારી, સંપત્તિનું સમાન વિતરણ અને ભારતની ગ્રોથ માર્ગે અગ્રેસર તે સામેલ છે. ફુગાવો એ અર્થમાં પ્રાથમિકતા નથી. તમને આનાથી આશ્ચર્ય થવું જોઈએ નહીં. છેલ્લા કેટલાક મહિનાઓમાં, અમે તેને પોષણક્ષમ (નિયંત્રિત કરી શકાય તેવી પરિસ્થિતિ) ના સ્તરે લાવવામાં સક્ષમ થયા છીએ. નાણાં મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા દરોમાં કરવામાં આવેલા તીવ્ર વધારાને કારણે ઊભી થયેલી અસ્થિરતાને રિઝર્વ બેન્ક પહોંચી વળશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઊભી થયેલી વૈશ્વિક ઊર્જા કટોકટીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની ઉપલબ્ધતા અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. તેમણે પેમેન્ટ ટેકનોલોજી સહિત દરેક બાબતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા હાકલ કરી હતી.

જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા 
સત્તાવાર આંકડા મુજબ ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાશને કારણે જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા થયો હતો, જોકે તે સતત સાતમા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના 6.0 ટકાના આરામદાયક સ્તરથી ઉપર રહ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો જૂન 2022 માં 7.01 ટકા રહ્યો હતો, જે જુલાઈ 2021 માં 5.59 ટકા હતો. એપ્રિલથી જૂન વચ્ચે તે સાત ટકાની ઉપર રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ