બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / India's invitation to Pakistan: Foreign Minister Bhutto may come for SCO summit

દિલ્હી / પાકિસ્તાનને ભારતનું આમંત્રણ: SCO સમિટ માટે આવી શકે છે વિદેશમંત્રી ભુટ્ટો, વાતચીત માટે તલપાપડ છે કંગાળ શરીફ સરકાર

Priyakant

Last Updated: 11:08 AM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ આમંત્રણ SCO સમિટ માટે આપવામાં આવ્યું છે તે માત્ર SCOના સભ્યપદને ધ્યાને રાખી આપવામાં આવ્યું છે. આ બેઠક દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે કોઈ ઔપચારિક બેઠક થાય તેની સંભાવના જરા પણ દેખાતી નથી

  • SCO સમિટ માટે પાકિસ્તાન-ચીનના વિદેશમંત્રી આવી શકે ભારત 
  • PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર ભુટ્ટોને ભારતે આપ્યું આમંત્રણ 
  • SCO સમિટ માટે ભારતઆવી શકે છે વિદેશમંત્રી ભુટ્ટો
  • પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં PM મોદી સાથે વાતચીતની અપીલ કરી

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં પીએમ મોદી સાથે વાતચીતની અપીલ કરી હતી. જે બાદમાં હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, ભારતે પાકિસ્તાનને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. મહત્વનું છે કે, આ બેઠક મેના પ્રથમ સપ્તાહમાં ગોવામાં યોજાશે. અહી સૌથી મોટી વાત એ છે કે, આ SCO સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તે માત્ર SCOના સભ્યપદને ધ્યાને રાખી આપવામાં આવ્યું છે. આ બેઠક દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે કોઈ ઔપચારિક બેઠક થાય તેની સંભાવના જરા પણ દેખાતી નથી. 

ફાઇલ તસવીર: ભારતના વિદેશમંત્રી એસ જયશંકર

ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોને અન્ય સભ્યોની સાથે આ વર્ષે મેની શરૂઆતમાં ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન મારફત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને SCO બેઠક માટે ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું છે. જોકે પાકિસ્તાન તરફથી હજુ સુધી એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આ બેઠકમાં ભાગ લેશે કે નહીં.

ફાઇલ તસવીર: પાકિસ્તાન વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો

પાકિસ્તાનના વિદેશપ્રધાન ભારત આવશે કે નહીં ? 
પાકિસ્તાના એક અખબારના અહેવાલ અનુસાર ચીન અને રશિયા SCO (શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન) માં હાજર છે અને આ મંચના મહત્વને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન આ બેઠકથી દૂર રહે તેવી શક્યતા ઓછી છે.

આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત 
ભારત મે મહિનામાં યોજાનાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન ની અધ્યક્ષતા કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર SCO મીટિંગની નિશ્ચિત તારીખો 4 અને 5 મે છે. જો પાકિસ્તાન આ આમંત્રણ સ્વીકારે છે, તો છેલ્લા 12 વર્ષમાં પાકિસ્તાનના કોઈ ટોચના નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર છેલ્લે જુલાઈ 2011માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

SCO સભ્યોમાં કયા કયા દેશ સામેલ ? 
SCO સભ્યોમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પણ સામેલ છે. મધ્ય એશિયાના દેશોની સાથે ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓને પણ આવું જ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સ્તરને જોતા પાકિસ્તાનના વિદેશ મંત્રીને આપવામાં આવેલ આમંત્રણ ઘણી રીતે મહત્વપૂર્ણ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને આમંત્રણ 
તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે, તેઓ ત્રણ યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે અને ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે. આ નિવેદનના થોડા દિવસો બાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બેઠક 4-5 મેના રોજ ગોવામાં યોજાશે અને ભારત તેની યજમાની કરી રહ્યું છે. આ બેઠકમાં ચીન સહિત અન્ય SCOને પણ બોલાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલ્યું છે.

ફાઇલ તસવીર: પાકિસ્તાન વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો

ચીનના વિદેશ મંત્રી પણ થઈ શકે છે સામેલ
ભારત હાલમાં યુરેશિયન ગ્રુપનું અધ્યક્ષ છે. આ જૂથ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત જૂનમાં SCO સમિટનું પણ આયોજન કરશે, જેના માટે સરકાર ટૂંક સમયમાં તમામ સભ્ય દેશોના નેતાઓને આમંત્રિત કરશે. ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ વર્ષે તેમની આ બીજી ભારત મુલાકાત હોઈ શકે છે કારણ કે, તેમને 1-2 માર્ચે યોજાનારી G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ આમંત્રિત કરવામાં આવી શકે છે.

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે PM મોદીને કરી હતી અપીલ
આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનને ભારત સાથે વાતચીત શરૂ કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાને ત્રણ યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે અને તે ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે.

શું કહ્યું પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે ? 
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે. અમે એકબીજાના પાડોશી દેશો છીએ અને બંનેએ એકબીજા સાથે રહેવું છે. ભારત સાથે આપણે ત્રણ યુદ્ધો થયા છે અને તેનાથી લોકોમાં વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી વધી છે. અમે અમારો પાઠ શીખી લીધો છે અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ.  પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે, આ આપણા પર નિર્ભર છે કે આપણે શાંતિથી જીવીએ અને પ્રગતિ કરીએ કે, પછી એકબીજા સાથે લડીને આપણો સમય અને સંસાધન વેડફીએ. હું પીએમ મોદીને સંદેશ આપવા માંગુ છું કે, આપણે ગરીબી ઘટાડવા માંગીએ છીએ. અમારા લોકોને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. અમે અમારા સંસાધનો બોમ્બ અને દારૂગોળો પર વેડફવા માંગતા નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો ખૂબ જ ખરાબ
છેલ્લા આઠ વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થયા છે. ઓગસ્ટ 2015માં ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી સરતાજ અઝીઝને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતના તત્કાલીન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે અઝીઝને ભારતમાં હુર્રિયત નેતાઓને મળવાનું ટાળવા કહ્યું હતું, જેના પછી પાકિસ્તાને મુલાકાત રદ કરી હતી.

પઠાણકોટ-ઉરી-પુલવામા હુમલા બાદ સંબંધો વધુ બગડયા 
સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાત લેનારા અંતિમ ભારતીય વિદેશ મંત્રી હતા. ડિસેમ્બર 2015માં સ્વરાજ ઇસ્લામાબાદમાં હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા. જે બાદમાં પઠાણકોટ (જાન્યુઆરી 2016), ઉરી (સપ્ટેમ્બર 2016) અને પુલવામા (ફેબ્રુઆરી 2019)માં આતંકવાદી હુમલાઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ