બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / India's hat-trick of wins was not complete, losing to South Africa in a hard-fought match

Ind Vs SA / ભારતની જીતની હેટ્રિક પૂર્ણ ન થઈ, સંઘર્ષપૂર્ણ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યું

Vishal Khamar

Last Updated: 08:32 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપની મહત્વની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું. ભારતે આફ્રિકન ટીમને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો

  • T20 વર્લ્ડ કપમાં ભારત-SA મેચ
  • આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું
  • મિલર-માર્કરામે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 133 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૂર્ય કુમારે 40 બોલમાં 68 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય કોઈ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ચાર અને વેઈન પાર્નેલે ત્રણ વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ આફ્રિકાની ટીમને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આફ્રિકન ટીમની જીતના હીરો એડન માર્કરામ અને ડેવિડ મિલર હતા, જેમણે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મિલરે અણનમ 59 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે એડન માર્કરામે 52 રનનું યોગદાન આપ્યું હતું. માર્કરામે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ જીત સાથે દક્ષિણ આફ્રિકા ગ્રુપ-2 ટેબલમાં નંબર વન પર આવી ગયું છે. તે જ સમયે, ભારત હવે બીજા નંબર પર સરકી ગયું છે.

ડેવિડ મિલર માટે વર્ષ 2022 શાનદાર રહ્યું છે. તેણે આજે ફરી એકવાર આ વાત સાબિત કરી છે. ડેવિડ મિલર વર્ષ 2022માં T20માં રનનો પીછો કરતા 16 ઇનિંગ્સમાં 14 વખત નોટઆઉટ રહ્યો છે. આ દરમિયાન તેની એવરેજ 280.50 અને સ્ટ્રાઈક રેટ 154 હતો.

ભુવનેશ્વર કુમાર છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. પ્રથમ બોલ ડોટ બોલ હતો. બીજા બોલ પર સિંગલ. તે જ સમયે, મિલરે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. મિલરે છેલ્લા બોલ પર સિંગલ ફટકારીને દક્ષિણ આફ્રિકાને પાંચ વિકેટથી જીત અપાવી હતી.

સારા ફોર્મ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચેલા કેએલ રાહુલનું બેટ T20 વર્લ્ડ કપ શરુ થતા જ શાંત થઈ ગયું છે.  દક્ષિણ આફ્રિકા સામેની ટુર્નામેન્ટની ત્રીજી મેચમાં પણ ભારતને સારી શરુઆત આપવામાં નિષ્ફળ રહ્યો હતો. પાંચમી ઓવરમાં તેણે 14 બોલમાં માત્ર 9 રન બનાવીને ચાલતી પકડી હતી. લુંગી એનગીડીની ઓવરમાં ભારતને બે ઝટકા લાગ્યા. જેમાં પહેલા બોલ પર કપ્તાન રોહિત શર્મા આઉટ થયા અને છેલ્લા બોલ પર રાહુલ આઉટ થયા.

કેવી રીતે આઉટ થયો રાહુલ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાં પાસે બે વિકલ્પ હતા. પ્રથમ માર્કો યાનસેન અને બીજો લુંગી એનગીડી, એમણે લુંગી એનગીડી પર દાવ લગાવ્યો હતો.  પોતાની પ્રથમ ઓવરના બીજો બોલ પર દક્ષિણ આફ્રિકાના પ્રેસરથી રોહિત શર્માને શોર્ટ બોલ પર આઉટ કર્યા હતા. ત્યારે આ ઝટકામાંથી ટીમ ઇન્ડીયા બહાર આવી ન હતી ત્યાં તો છેલ્લા બોલે બીજી વિકેટ લીધી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ