બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / India's First Monkeypox Case Reported In Kerala, Man Who Travelled From UAE

હવે સાચવજો / ભારતમાં મંકિપોક્સનો પહેલો કેસ, કેરળમાં UAEથી આવેલો દર્દી પોઝિટીવ નીકળ્યો, 40 વર્ષવાળા પર જોખમ

Hiralal

Last Updated: 09:19 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

60 થી વધુ દેશોમાં ફેલાયેલા મંકિપોક્સે ભારતમાં પણ દેખા દીધી છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો છે.

  • ભારતમાં ઘાતક મંકિપોક્સની એન્ટ્રી 
  • કેરળમાં નોંધાયો પહેલો કેસ
  • યુએઈથી આવેલા શખ્સમાં મળ્યાં મંકિપોક્સના લક્ષણો
  • કેરળના આરોગ્યમંત્રીએ કરી પુષ્ટિ

કેરળના કોલ્લમમાં દેશના પ્રથમ મંકીપોક્સ કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે અત્યારે ગભરાવાની જરૂર નથી. દર્દીના લક્ષણો ટીવીએમ મેડિકલ કોલેજમાંથી મળી આવ્યા હતા. તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં દર્દીના માતા-પિતાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ 
આરોગ્યમંત્રીએ કહ્યું કે તેની નજીકના સંપર્કોની ઓળખ કરાઈ છે જેમાં તેના માતાપિતા, એક ટેક્સી ચાલક, એક ઓટો ચાલક અને તેની બાજુમાં બેઠેલા 11 પ્રવાસીઓ સામેલ છે.  વીણા જ્યોર્જે માહિતી આપી હતી કે વિદેશથી પરત ફરેલા એક વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો દેખાયા બાદ તેને કેરળની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને શરીર પર સખત તાવ અને ફોલ્લા હોય છે. મંત્રીએ કહ્યું કે તેમના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું હતું કે, જે વ્યક્તિએ લક્ષણો બતાવ્યા હતા તે યુએઈમાં મંકીપોક્સના દર્દીના નજીકના સંપર્કમાં હતો.

સ્મોલ પોક્સની વેક્સિન ન લેનાર લોકો પર ખતરો 
સફદરગંજ હોસ્પિટલના મેડિસન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર જુગલ કિશોરે કહ્યું કે જે લોકોએ સ્મોલ પોક્સ (ઓરી-અછબડા)ની વેક્સિન લીધી નથી, તેમણે મંકિપોક્સથી બચાવ કરવો પડશે કારણ આ વાયરસ ઝડપથી ફેલાય છે. સંક્રમિતના સંપર્કમાં આવવાથી આ વાયરસ એક બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આથી જે લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે તેમણે વધારે સાવધાની રાખવી પડશે. 

60થી વધુ દેશોમાં ફેલાઈ રહી છે આ બિમાર

WHOના જણાવ્યા અનુસાર મંકીપોક્સ પશુઓ મંકીપોક્સ પશુઓથી મનુષ્યોમાં ફેલાવવાળી સંક્રમિત બિમારી છે અને તેના લક્ષણ ચેચકના દર્દીઓ જેવા હોય છે. આ બીમારી મોટા ભાગે પશ્ચિમી અને મઘ્ય અમેરિકામાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી આ રોગ 60થી વધુ દેશોમાં ફેલાઈ ચુક્યો છે. આ દેશોમાં મંકીપોક્સના 10,400થી વધુ કંન્ફોર્મ કેસો સામે આવી ચુક્યા છે. ગત 12મી જુલાઈએ સામે આંક પ્રમાણે બ્રિટેનમાં માથી મંકીપોક્સના 1735 કેસોનું પુષ્ટિ કરવામાં આવ્યા છે.તો આ બાજુ સ્પેનમાં મંકીપોક્સના 2447 મામલઓ સામે આવી ચુક્યા છે.આ સાથે મંકીપોક્સના મામલામાં  જર્મની, ફ્રાન્સ અને ગ્રીસ અને અન્ય યુરોપના કેટલાક દેશોનો સમાવેશ થાય છે 

શું છે મંકીપોક્સના લક્ષણો

મોટા ભાગે આ રોગમાં તાવ, ચામડી પર દાણા, અને સોજા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીય વાર શરૂરમાં દુખાવો અને ચામડી પર ફોલ્લી જોવા મળે છએ. શરીર પર લાલ ચકામા પણ પડી જાય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જાય છે. 

મંકીપોક્સ શું છે
મંકીપોક્સ એક વાયરસ છે. જે સૌ પ્રથમ વાંદરાઓમાં જોવા મળ્યો હતો. 1970માં પહેલી વાર સાઉથ આફ્રિકામાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી 70થી વધુ દેશોમાં વાયરસના 7 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ