Indian women's team won the U-19 T20 World Cup title
Under 19 /
દેશની દીકરીઓએ જીતી લીધી દુનિયા, ઈંગ્લેન્ડને હરાવી ભારત બન્યું ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન
Team VTV07:51 PM, 29 Jan 23
| Updated: 08:24 PM, 29 Jan 23
એક મોટો ઈતિહાસ રચતાં ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને સાત વિકેટથી અંડર 19 વર્લ્ડ કપ ટી20 વર્લ્ડ કપ જીતી લીધો છે.
ભારતીય મહિલા ક્રિકેટરો રચ્યો ઈતિહાસ
ઈંગ્લેન્ડને હરાવીને બન્યું T-20 વલ્ડ કપ ચેમ્પિયન
ફાઈનલમાં ઈંગ્લેન્ડને સાત વિકેટથી આપ્યો પરાજય
પહેલા બેટિંગ કરીને અંગ્રેજોની ટીમ ફક્ત 68માં ઓલઆઉટ
ભારતીય મહિલા ટીમે અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. સાઉથ આફ્રિકાના પોચેફસ્ટ્રોમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં સમેટાઈ ગઈ હતી. ઇંગલેન્ડ બેટ્સમેનો ભારતીય બોલરો સામે સારો દેખાવો કરી શક્યા ન હતા. ઈંગ્લેન્ડના માત્ર ચાર બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. ભારતમાં ટી. સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ બે-બે વિકેટ લીધી હતી.
સૌમ્યા તિવારી 24 રન બનાવીને અણનમ રહી હતી
ભારતીય અંડર-19 મહિલા ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે 36 બોલ બાકી હતા અને આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. સૌમ્યા તિવારી 24 રન બનાવીને અણનમ રહી હતી. ત્રિશાએ પણ 24 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન શેફાલી વર્માની વાત કરીએ તો તેણે 15 રનનું યોગદાન આપ્યું હતું.
તિતાસે 4 ઓવરમાં 6 રન આપીને બે વિકેટ ઝડપી હતી
ભારતીય કેપ્ટન શેફાલીએ પોચેફસ્ટ્રુમમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તિતાસ સાધુએ પ્રથમ ઓવરના ચોથા બોલ પર વિકેટ લીધી હતી. ત્યારબાદ ચોથી ઓવરમાં સ્પિનર અર્ચના દેવીને બીજી વિકેટ મળી હતી. વિકેટો લેવાનો ધમધોકાર અહીં શરૂ થઈ ગયો હતો અને 10મી ઓવરના છેલ્લા બોલ સુધી ભારતે માત્ર 39 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં તિતાસે 4 ઓવરમાં 6 રન આપીને બે વિકેટ ઝડપી હતી જ્યારે અર્ચનાએ પણ બે વિકેટ ઝડપી હતી.
સૌમ્યા-ત્રિશા જીતી અપાઈ
બોલરોના સારા પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાની સારી જીત થઈ છે. ટીમ ઈન્ડિયાની શરૂઆતમાં રનચેજમાં સારી રહી ન હતી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવત માત્ર 20 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. અત્રે ઉલ્લખનીય છે કે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ પણ ઈંગ્લેન્ડની જેમ લથડી શકે તેવો ખતરો હતો.
ઈંગ્લેન્ડને ભારતને વર્લ્ડ કપ જીતવા માટે 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલર્સની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ ફક્ત 68 રનમાં ઓલઆઉટ થયું હતું.
Under-19 Women's T20 World Cup 2023: India bowl out England for 68 runs in 17.1 overs. India need 69 to win the title
68 રનમાં ઓલઆઉટ ઈંગ્લેન્ડની ટીમ થઈ હતી
ઈંગ્લેન્ડની ટીમ 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડીયાને વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે ફક્ત 69 રનની જરુર હતી અને જે જીતી લીધો.
68 રનમાં 9મી વિકેટ પડી હતી
68 રનમાં ઈંગ્લેન્ડની 9મી વિકેટ પડી હતી. જેના પરથી જણાઈ આવ્યું હતું કે, હવે ભારતીય દીકરીઓ જરુરથી દેશને વર્લ્ડ કપ અપાવશે.
ઈંગ્લેન્ડ઼ના ખેલાડ઼ીઓ ટક્કર ન ઝીલી શક્યા
ભારતીય મહિલા બોલર્સ સામે ઈંગ્લેન્ડની મહિલા ખેલાડીઓ ટક્કર ઝીલી શક્યા નહોતા. ઈંગ્લેન્ડની આઠમી વિકેટ પડી. હેના બેકરને કેપ્ટન શેફાલી વર્માએ સ્ટંમ્પ આઉટ કરાવી દીધી હતી. 63 રનમાં ઈંગ્લેન્ડની આઠમી વિકેટ પડી હતી. ઈંગ્લેન્ડની સાતમી વિકેટ પડી
ઇંગ્લેન્ડની વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ રહી. જોસી ગ્રૂવ્સ ચાર રન બનાવી રન આઉટ થઈ હતી. ઈંગ્લેન્ડનો સ્કોર 14 ઓવર બાદ સાત વિકેટે 53 રન હતા. ઈંગ્લેન્ડને છઠ્ઠો ઝટકો આ લાગ્યો હતો
ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી છે. ક્રિઝ પર સેટ થયેલી રાયન મેકડોનાલ્ડ આઉટ થઈ હતી. મેકડોનાલ્ડને અર્ચના દેવીના હાથે પાર્શ્વી ચોપરાએ કેચ આઉટ કરાવ્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 12 ઓવર બાદ છ વિકેટે 46 રન હતા.
પાવલી પેવેલિયન પરત ફરી હતી
ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો લાગ્યો હતો જેમાં સી પાવલી પેવેલિયન પરત ફરી હતી. પાવલીને પરશ્વી ચોપરાએ એલબીડબલ્યુ આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ હવે બેકફૂટ પર આવી ગઈ હતી. 10 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર - 39/5 હતો.
39 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી
ભારતીય બોલર્સે મેચમાં એવો તરખાટ મચાવ્યો કે ઈંગ્લેન્ડની અડધી ટીમ ફક્ત 39 રનમાં આઉટ થઈને પેવેલિયન ભેગી થઈ હતી.
ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડ ઘૂંટણીયે
ભારતીય બોલર્સ અહીં તબાહી મચાવી હતી, અર્ચના દેવીએ એક જ ઓવરમાં ઇંગ્લેન્ડને બે ઝટકા આપ્યા હતા. ઈંગ્લેન્ડની ગ્રેસ 4 રન બનાવી આઉટ થઈ ગઈ હતી અને તેણે તેનો કેચ પકડ્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 4 ઓવરમાં 16/3 જ હતો.
• Vs દક્ષિણ આફ્રિકા- ભારત 7 વિકેટે જીત્યું
• Vs યુએઈ - ભારત 122 રનથી જીત્યું
• Vs સ્કોટલેન્ડ - ભારત 83 રનથી જીત્યું
• Vs શ્રીલંકા - ભારત 7 વિકેટથી જીત્યું
• Vs ન્યુઝીલેન્ડ - ભારત 8 વિકેટે જીત્યું (સેમીફાઈનલ)