1400 પોઈન્ટના ઘટાડા સાથે તે 53,000ની નીચે સરકી ગયો સેન્સેક્સ, જ્યારે નિફ્ટી 430 પોઈન્ટના ઘટાડા સાથે 15,825 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત
સેન્સેક્સ 1400ના ઘટાડા સાથે 52 હજાર 805 પર
નિફ્ટી 430 અંક ઘટ્યું
ભારતીય શેરબજારમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સવારે માર્કેટ ખૂલતાની સાથે ભારે ઘટાડો નોંધાયા બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 1400ના ઘટાડા સાથે 53 હજાર નીચે પહોંચ્યો હતો અને 52 હજાર 805 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તો નિફ્ટી 430 અંક ઘટીને 15,825 અંકો પર બિઝનેર કરી રહ્યો છે. શેરબજારમાં આ ઘટાડાને કારણે રોકાણકારોના 6.50 લાખ ડૂબી ગયા. બુધવારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 256 લાખ કરોડની નજીક હતું, જે ગુરુવારે બજારમાં ભારે વેચવાલીને કારણે ઘટીને રૂ. 249.56 લાખ કરોડ પર આવી ગયું છે.
યુરોપિયન બજાર લાલ નિશાનમાં ખુલ્યું
ભારતીય બજારમાં ઘટાડાનું મોટું કારણ યુરોપિયન બજારો છે જે ઘટાડા સાથે ખુલ્યા છે. બુધવારે અમેરિકી શેરબજારમાં આવેલા મોટા ઘટાડાની અસર યુરોપિયન બજાર પર જોવા મળી રહી છે. FTSE 1.60%, DAX 2,10% CAC 1.98% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં સવારથી જ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતીય બજારમાં ઘટાડો કેમ ?
અમેરિકાની રિટેલ કંપનીઓએ ખૂબ જ ખરાબ નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. અમેરિકન રિટેલ કંપની ટાર્ગેટના નબળા કોર્પોરેટ પરિણામોને કારણે તેના શેરમાં 25 ટકાનો ઘટાડો થયો હતો. જેને કારણે યુએસ માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું. આની પાછળ એવીઆશંકા ગાઢ બની રહી છે કે મોંઘવારી એક કારણ હોઇ શકે છે. મહત્વનું છેકે મોંઘવારીને પહોંચી વળવા માટે અમેરિકી ફેડ રિઝર્વએ ફરીછી વધારો કરી શકે છે. અને જો તેવું થયું તો તો વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં વધુ વેચાણ કરી શકે છે.