આજે રૂપિયો ફરી નીચલા સ્તર પર, ડોલરની સામે રૂપિયો 77.59 રૂપિયા પ્રતિ ડોલર પર આવી ગયો
ડોલર સામે રુપિયો ગગડ્યો
સર્વાધિક નીચા સ્તર પર રુપિયો
26પૈસાના મજબૂત ઘટાડા સાથે રૂપિયો ખુલ્યો
ભારતીય રુપિયામાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર રુપિયો ઓલટાઇમ નીચલા સ્તરે જોવા મળ્યો. અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રુપિયામાં પ્રતિ ડોલરના હિસાબે સર્વાધિક નીચા સ્તર પર આવી ગયો. આજે રુપિયો ખૂલ્યો ત્યારે ભારે ઘટાડા સાથે ખૂલ્યો અને કરન્સી માર્કેટ ખૂલતાની સાથે જ નીચલા સ્તર પર પહોંચી ગયો.
રુપિયા કયા સ્તર પર ખૂલ્યો ?
રૂપિયામાં ઘટાડો આજે પણ યથાવત જોવા મળ્યો. ભારતીય રૂપિયો 26 પૈસાના મજબૂત ઘટાડા સાથે ખુલ્યો હતો. ગઈકાલે 77.24 રૂપિયા પ્રતિ ડૉલરના બંધના મુકાબલે આજે રૂપિયો 77.50 પર ખૂલ્યો છે અને સીધા જ 26 પૈસાનો ઘટાડો નોંધાયો.
રુપિયામાં ઘટાડો અને ડોલરમાં તેજી કેમ ?
અમેરિકી બજારોમાં મોંઘવારી ચરમસીમા પર હોવાથી વ્યાજ દરોમાં વધારો થવાની ધારણાને કરાણે ડોલર મજબૂત છે અને તેની અસર ગ્લોબલ કરન્સી માર્કેટ પર જોવા મળી રહી છે. ગઈકાલે આવેલા ફુગાવાના ડેટામાં, યુએસ ફુગાવાના ડેટા એપ્રિલમાં 8.3 ટકા તો માર્ચમાં આ દર 8.5 ટકા હતો. જે 40 વર્ષની ટોચ પર હતો. મોંઘવારી અત્યારે પણ 40 વર્ષના ઉચ્ચ સ્તર નજીક રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વે તેના પર અંકુશ મેળવવા માટે આગામી ફેડ મીટિંગમાં વ્યાજદરમાં વધારો કરશે. તેની સીધી અસર ડોલરના ભાવમાં વધુ વધારાના સ્વરૂપમાં જોવા મળશે.
રૂપિયાના સતત વધારાને કારણે ભારતમાં શું અસર થશે
રૂપિયાના સતત વધારાને કારણે ભારતના આયાત ખર્ચમાં ઘણો વધારો થવાની ધારણા છે અને તેના કારણે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની આયાત મોંઘી થશે. તેના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાની ભીતિ છે અને તેની અસર સામાન્ય લોકો પર પણ પડશે.